જસદણના બાખલવડ ગામ નજીક અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મોત

  • September 18, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણના બાખલવડ ગામે રહેતો યુવાન તેના પિતરાઈ ભાઈ સાથે જસદણ જતો હતો દરમિયાન સામેથી આવતા બાઈક સાથે ટક્કર થતાં ત્રણેયને ઇજાઓ પહોંચી હતી. જેમાં યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો બાદમાં અહીંથી અમદાવાદ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણના બાખલવડ ગામે રહેતો સંજય બાબુભાઈ સાડમિયા નામનો યુવાન ગત તારીખ ૯૯ ના રોજ તેના પિતરાઈ ભાઈ કિસ્મત સાથે બાઈક પર બાખલવડથી જસદણ ચુનારાવાડ વિસ્તારમાં પશુ માટે કીટ લેવા જતા હતા.દરમિયાન અહીં બાખલવડ ગામથી આગળ સ્મશાન પાસે પહોંચતા સામેથી આવી રહેલા બાઇક નંબર જીજે ૩ બીએફ ૧૬૯૮ સાથે ટક્કર થતાં સંજય તથા તેનો પિતરાઈભાઈ કિસ્મત અને અન્ય બાઈકનો ચાલક શૈલેષ કનુભાઈ પલાળીયા (રહે.બાખલવડ) ત્રણેયને ઇજા પહોંચી હતી જેથી તેમને પ્રથમ જસદણ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સંજયની હાલત ગંભીર હોય જેથી તેને સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા દરમિયાન રસ્તામાં જ તેની તબિયત વધુ બગડતા અને તે કઈં બોલતો ન હોય જસદણ સરકારી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો. સંજય ચાર ભાઈના પરિવારમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે મૃતકના મોટાભાઈ વિજય બાબુભાઇ સાડમિયા (ઉ.વ.૨૦) દ્રારા આ મામલે જસદણ પોલીસ મથકમાં બાઈક ચાલક શૈલેષ પલાળીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application