રમતા-રમતા હિંચકાની દોરી ગળામાં ફસાઈ જવાથી તરુણનું મોત

  • October 11, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના બેડીપરામાં પટેલવાડી સામે શીતળામાતાજીના મંદિર પાસે રહેતા પરિવારનો 13 વર્ષનો પુત્ર ઘરે રૂમમાં હીંચકામાં રમતો હતો ત્યારે હિંચકાની દોરી ગળામાં ફસાઈ જવાથી ફાંસો આવી જતા મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ બેડીપરામાં ફખરી પાર્કમાં રહેતા હોઝેફાભાઈ શામ (વ્હોરા)નો 13 વર્ષનો પુત્ર મહંમદ ગત સાંજે સાતેક વાગ્યે ઉપરના રૂમમાં હીંચકા રમી રહ્યો હતો ત્યારે હીંચકાની દોરી ગળામાં ફસાઈ જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર મહંમદ એક બહેનમાં મોટો હતો અને ધો.7માં અભ્યાસ કરતો હતો.પિતા હોજેફાભાઈ આયુર્વેદિક દવા બનાવવાની સાથે પ્રાઇવેટ નોકરી કરે છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News