ભાવનગરના વલભીપુર બસ સ્ટેન્ડ પાસે ડમ્પર ટ્રકના ચાલકે યુવાને અર્થે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેફીરાઈથી ગફલત રીતે ચલાવી અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો જે બનાવ અંગે વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસે ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થવા પામ્યું હતું. જે અંગે વલ્લભીપુર પોલીસ મથક ખાતે બનેસંગભાઇ બેચરભાઇ રાઠોડ (ઉ.વ.-૭૨ ધંધો- વેપાર રહે- વલ્લભીપુર મફતનગર -૨ ભવા ની ચોક)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓનો નાનો ભાઇ તરસંગભાઇ (ઉ.વ.-૬૦) વલ્લભીપુર બસ સ્ટેશન પાસે શીંગ-દાળીયા વેચવાનો વેપાર કરતો હતો. જે ગત તા.૨૫/૦૧/૨૦૨૪ ના રોજ તરસંગભાઇને વલ્ભીપુર બસ સ્ટેશન સામે ડમ્પર ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે. જેની જાણ થતા તાત્કાલિક વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસે પહોંચી તરસંગભાઈ શરીરે ઇજાઓ થઇ હોય તેને સારવાર અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પીટલ ખાતે રિક્ષામાં લઇ જઈને એડમિટ કરાયો હતો. જ્યારે ડમ્પર ટ્રક નંબર જી.જે.૦૪-એક્સ- ૬૭૨૦ નો ચાલક ડમ્પર લઇને નાસી છૂટ્યો હતો. જ્યારે તરસંગભાઇને ગંભીર ઈજાઓ પહોંચી હોય ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે તાત્કાલીક ભાવનગર ખાતે ખાસેડવાનું કહેતા રાકેશભાઈ અમરસંગભાઈ રાઠોડ, પરબતસિંહ તરસંગભાઇ રાઠોડ તથા ઉદેસિંગભાઇ દાન સિંગભાઇ રાઠોડ તેમજ ગામના બીજા માણસો તરસંગભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પીટલ ખાતે વોર્ડ નં.૧૭ મા દાખલ કરેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કરાયો હતો. જે અંગે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના ભાઈએ ડમ્પર નં.- જી.જે.૦૪-એક્સ-૬૭૨૦ ના ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે અને બેફીકરાઇ થી ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી તેઓના ભાઇ તરસંગભાઇને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચાડી પોતાનુ ડમ્પર લઇ નાસી છૂટ્યો હતો. જેમાં તરસંગભાઇનુ સારવાર દરમ્યાન મોત નીપજતા ઉક્ત ડમ્પર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા વલ્લભીપુર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech