વાંકાનેર યાર્ડ નજીક રસ્તો ક્રોસ કરતા યુવકનું કારની ઠોકરે મોત

  • September 14, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વાંકાનેર માર્કેટીંગ યાર્ડ નજીક રોડ ક્રોશ કરતી વખતે પુરપાટ ઝડપે આવેલી કારએ યુવકને ઉલાળતા રોડ પર ફંગોળાયો હતો આથી માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા ધારાભાઈ લવજીભાઈ વિકાણી (ઉં.વ.30)નો યુવક યાર્ડ નજીક રસ્તો ઓળગતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલી કારએ યુવકને ઠોકરે લેતા ઘવાયેલા યુવકને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન ગતરાત્રીના દમ તોડી દેતા બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવક મજૂરી કામ કરતો હતો અને સંતાનમાં ત્રણ પુત્ર છે. ગઈકાલે યાર્ડથી આગળ સામે આવેલી હોટેલએ ચા પીવા જતો હતો ત્યારે કારે ઠોકરે લેતા બનાવ બન્યો હતો. અકસ્માત સજીર્ નાશી છૂટેલા કર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application