શહેરમાં આત્મહત્યાના બનાવનો સિલસિલો યથાવત રહ્યો છે. ભોમેશ્વરવાડીમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ અને જુના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા યુવકે ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
બનાવની મળતી વિગત મુજબ જુના મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં રહેતા અમિતભાઈ ગોરધનભાઈ ગોંડલીયા (ઉ.વ.37)નામના યુવકે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
યુવક બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને ડ્રાઇવિંગ કામ કરતો હતો. પરિવારના જણાવ્યા મુજબ અમિતના છૂટાછેડા થઇ ગયા છે અને હેતલ નામની યુવતી પ્રેમ સબંધ હોવાથી બંને ત્રણ વર્ષથી મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા પરંતુ બંને વચ્ચે નાની નાની બાબતે ઝગડા થતા હોવાથી પ્રેમિકાના ત્રાસથી કંટાળી પગલું ભરી લીધું હતું,. વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બીજા બનાવમાં જામનગર રોડ પર ભોમેશ્વર વાડીમાં રહેતી સિમરન શેરમહમદભાઈ પઠાણ (ઉ.વ.27) નામની યુવતિ સાંજે સાતેક વાગ્યે ઘરે હતી ત્યારે પંખાના હૂંકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક સિમરન બે ભાઈ એક બહેનમાં વચેટ હતી. પુત્રીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech