સુરેન્દ્રનગરનો યુવક અને યુવતી રાજસ્થાનના માઉન્ટ આબુ ફરવા ગયા હતા. બાદમાં હોટલમાંથી બન્ને માઉન્ટ આબુના જંગલોમાં ફરવા નીકળ્યા હતા. જંગલમાં જ બન્નેએ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં પોતાને મોતના મુખમાંથી બહાર કાઢવા મદદ માટે હોટલમાં ફોન કર્યો હતો. જોકે જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી અને બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બન્નેના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના રહેવાસી યુવક અને યુવતી બે દિવસ પહેલાં રાજસ્થાનના માઉન્ટ આબુની મુલાકાતે ગયા હતા. ત્યાંની એક ખાનગી હોટેલમાં રોકાયા હતાં. બાદમાં હોટેલ સ્ટાફ પાસે પૂછપરછ કરી ફરવા માટે તેઓએ નજીકમાંથી એક સ્કૂટર ભાડે લીધું અને આબુના જંગલો જોવા નીકળી પડ્યાં હતા. ગઈકાલે બપોરે હોટેલમાંથી નીકળી ગુરૂ શિખરથી શૂટિંગ પોઇન્ટ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે એકાએક હોટેલના એક કર્મચારીને ફોન આવ્યો, સામેથી આ કપલનો અવાજ આવી રહ્યો હતો અને તે પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરી રહ્યા હતાં. કર્મચારીએ તુરંત પોલીસને ફોન કરી જણાવ્યું કે, એક કપલે શૂટિંગ પોઇન્ટ પાસે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. બાદમાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બંનેને હોસ્પિટલ ખાતે ખસેડ્યાં. પરંતુ, બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
કપલ બેભાન હાલતમાં મળી આવ્યું હતું
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, હોટેલના કર્મચારીનો ફોન આવ્યા બાદ અમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા નીકળી ગયા હતાં. જંગલમાં લગભગ બે કિલોમીટર અંદર ગયા બાદ આ કપલ અમને બેભાન અવસ્થામાં મળ્યું હતું. બાદમાં અમે સ્થાનિક લોકોની મદદથી બંનેને ગ્લોબલ હોસ્પિટલ લઈ ગયાં. જોકે, ત્યાં સારવાર દરમિયાન પહેલાં યુવતીનું અને તેના લગભગ એક કલાક બાદ યુવકનું મોત નિપજ્યું હતું. બાદમાં અમે બંનેના પરિવારજનોને આ મામલે જાણ કરી અને તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે મોકલ્યા છે. જોકે, હજુ સુધી કપલે આપઘાત કેમ કર્યો તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી. અમે આ મામલે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં શિક્ષક ભરતી: 9 માર્ચે જૂના શિક્ષકોને મળશે નિમણૂક પત્રો
February 27, 2025 08:48 PMપ્રયાગરાજ મહાકુંભમાં રચાયો ઇતિહાસ: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ત્રણ મહારેકોર્ડ નોંધાયા
February 27, 2025 08:36 PMબનાસકાંઠામાં કાળો કેર: બસ-બોલેરોની ટક્કરમાં એક જ પરીવારના પાંચના મોત
February 27, 2025 08:35 PMજામનગર : પ્રિન્ટેન્ડ કાગળો અથવા કાગળોની પ્લેટમાં અપાતા ખાદ્ય પદાર્થને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં
February 27, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech