શહેરના કુવાડવા રોડ પર નાકરાવાડીમાં આવેલી મહાપાલિકાની ડમ્પીંગ સાઇટ પર કામ કરતો અને ત્યાં જ ઓરડીમાં રહેતો યુવક રાત્રીના સમયે હિટાચી મશીનની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપયું હતું. યુવક ફોન પર વાત કરતો જઈ રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો.
મુળ દાહોદનો વતની અને નાકારવાડી પાસે ઓરડીમાં પરિવાર સાથે રહેતા કમલેશભાઇ પ્રતાપભાઇ ભુરીયા (ઉ.વ.૩૯) નામના યુવક ગત સાંજે જમ્યા બાદ માવો ખાવા માટે પાનની દુકાને જતો હતો ત્યારે ડમ્પિંગ સાઈટ પર હિટાચીની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપયું હતું. બનાવના પગલે આસપાસમાં રહેતા શ્રમિકો દોડી આવ્યા હતા. પતિ મોડે સુધી ઘરે પરત ન ફરતા પત્ની બહાર થોડે દૂર જોવા જતા લોકોના ટોળા એકઠા થયેલા જોવા મળતા એ પણ દોડી ગઈ હતી ત્યાં જઈ જોતા પતિનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડો હતો. બનાવની જાણ કુવાડવા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરી કાર્યવાહી કરી હતી. યુવક ચારેક મહિનાથી નાકરાવાડી ખાતે આવેલા મહાપાલિકાના ડમ્પિંગ સાઈટ પર કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતો હતો. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે . પોલીસે મૃતકના પત્નિ રાજુબેનની ફરિયાદ પરથી કટારીયાવાળાના હીટાચી મશીન નંબર–૨ના ચાલક વિધ્ધ બેફીકરાઇથી મશીન ચલાવી કમલેશભાઇને ઠોકરે લઇ મોત નીપજાવવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech