રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર માધવ હોટલ પાસે પરપ્રાંતિય યુવાનની ધોકાના ઘા ફટકારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આ બનાવને લઈ કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે તપાસનો ધમધમાટ ચલાવી હત્યા કરનાર કુવાડવા ગામમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મજૂરી કામ કરતો હોય મૃતક યુવાન તેની રેંકડીમાં સુઈ જતાં તેણે ઉભા થવાનું કહ્યું હતું દરમિયાન આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં આરોપીએ ઉશ્કેરાઈ યુવાનને માથામાં ધોકાનો ઘા ફટકારી તેની હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ આરોપી કઈં બન્યું ન હોય તેમ રેંકડીમાં આરામથી ઉંઘી ગયો હતો.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લ ાના ચકનાકીના વતની અને છેલ્લ ા ઘણા સમયથી કુવાડવા પાસેના મઘરવાડા પાસે રહેતા પાકટીયાભાઈ પાડવીભાઈ ગેદરીયા (ઉ.વ.૩૫) નામના યુવાનની ગત તા.૧–૪–૨૦૨૪ના સવારના સુમારે રાજકોટ–અમદાવાદ હાઈ–વે પર કુવાડવા ગામ નજીક માધવ હોટલ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવાનની ધોકાના ઘા ફટકારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
હત્યાના આ બનાવને લઈ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી.આર.રાઠોડની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.જે.વરૂ, એએસઆઈ એમ.એમ. કુંભારવાડીયા, હેડ કોન્સ. અજીતભાઈ લોખીલ, હિતેશભાઈ માલકિયા, વિક્રમભાઇ ગરચર, અરવિંદભાઈ મકવાણા, કોન્સ. સંજયભાઈ મિયાત્રા, જયપાલભાઈ બરાડિયા સહિતના સ્ટાફે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે આ હત્યાના બનાવમાં પોલીસે આરોપી મહેશ રામજીભાઈ બાહત્પકિયા (ઉ.વ.૩૦, રહે. કુવાડવા, વેલનાથ ચોક, રાધે હોટલવાળી શેરી)ને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મહેશ બાહૂકિયા મજુરી કામ કરે છે. બનાવના દિવસે રાત્રિના મૃતક પાકટીયા આરોપીની રેંકડીમાં સુઈ ગયો હોય જેથી આરોપી મહેશે તેને રેંકડીમાંથી ઉભુ થવાનું કહ્યું હતું. જેથી મૃતકે આરોપીને ગાળો આપી હતી બાદમાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં આરોપી મહેશે અહીં પડેલા ધોકા વડે યુવાન પર હુમલો કરી તેને માથાના ભાગે ધોકાનો મરણતોલ ઘા ફટકારી દીધો હતો જેથી તેનું મોત થયું હતું. હત્યાના આ બનાવને લઈ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech