સ્ત્રીની લાલચ બાદ રશિયન સૈન્યમાં જોડાવા આપવામાં આવે છે અસહ્ય ત્રાસ

  • March 30, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ એશિયાના યુવાનોને રશિયન આર્મીમાં જોડાવા માટે લલચાવવામાં આવી રહ્યા છે. તેમને જુઠ્ઠાણા અને વિદેશમાં નોકરી તેમજ રશિયન સ્ત્રીની લાલચ આપીને રશિયન આર્મીમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હરિયાણા, પંજાબ, હૈદરાબાદ સહિત દેશના ઘણા રાયોના યુવાનો ત્યાં ફસાયેલા છે.

હરિયાણાના બે યુવક કે જેઓ પરત આવી શકયા છે તેમને ભયાનક સત્ય ઉજાગર કયુ છે.રશિયામાં ફસાયેલા યુવાનોમાં મુકેશ (૨૧) અને હરિયાણાના સની (૨૪)નો સમાવેશ થાય છે. બંનેએ દાવો કર્યેા છે કે ૨૦૦થી વધુ લોકો, જેમાં મોટાભાગે દક્ષિણ એશિયાના છે, રશિયા અને બેલાસની સરહદ પરના રશિયન ફોરેસ્ટ કેમ્પમાં ફસાયેલા છે. તેણે દાવો કર્યેા હતો કે તે બધાને ઈમિગ્રેશન એજન્ટો દ્રારા છેતરપિંડી કરીને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને રશિયન સેનામાં જોડાવા માટે દબાણ કયુ હતું.મુકેશ અને સની પિતરાઈ ભાઈ છે. તેનો દાવો છે કે એજન્ટે તેને જર્મની મોકલવાનું વચન આપ્યું હતું. જર્મનીને બદલે, તેને છેતરપિંડીથી બેંગકોક મોકલવામાં આવ્યો, જયાં તેને હોટલમાં નોકરીનું વચન આપવામાં આવ્યું. બેંગકોકથી તેઓને એરલિટ કરીને બેલાસ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ સરહદી જંગલોમાંથી રશિયામાં પ્રવેશ્યા હતા. જયાં કેમ્પ લગાવવામાં આવ્યા હતા.
પિતરાઈઓએ કહ્યું કે રશિયામાં આ કહેવાતા ઈમિગ્રેશન એજન્ટો આ દક્ષિણ એશિયાઈ પુરૂષોને રશિયા તરફ આકર્ષિત કરી રહ્યા છે.તેઓને રશિયન વર્ક પરમિટ, રશિયન બ્રાઇડસ અને રશિયન પાસપોર્ટની ઓફરથી લલચાવી દેવામાં આવે છે.


ભૂખ્યા–તરસ્યા રખાય છે

તેમના શરીર પર ઇજાઓ દર્શાવતા, ભાઈઓએ દાવો કર્યેા કે તેઓને રશિયન સરહદ પર ભૂખ્યા અને તરસ્યા રાખવામાં આવ્યા હતા. આ શિબિરોમાં, ઇમિગ્રેશન એજન્ટો તે લોકોને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેણે કહ્યું કે જયારે તેણે સૈન્યમાં જોડાવા અને યુક્રેનમાં લડવાનો ઇનકાર કર્યેા, ત્યારે માન્ય મુસાફરી પરમિટ વિના રશિયામાં પ્રવેશ કરવા બદલ તેને મોસ્કોમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો


મોસ્કોના વકીલે ૬ લાખ રૂપિયા લીધા
મોસ્કોમાં એક વકીલે તેને જેલમાંથી બહાર આવવા અને ઘરે પાછા ફરવામાં મદદ કરી. તેણે કહ્યું કે તેના કામ માટે . ૬ લાખ વસૂલનારા રશિયન વકીલે તેમને કહ્યું કે તેમના દેશમાં પેરોલ પર ઇમિગ્રેશન એજન્ટો છે. કરનાલના પિતરાઈ ભાઈઓ કહે છે કે અમને ૧૫ દિવસથી ખાવાનું આપવામાં આવ્યું નથી

વિદેશ જવા માટે ૩૫ લાખ ખચ્ર્યા
મોસ્કોના વકીલે કહ્યું કે જયારે આ એજન્ટો અન્ય દેશોમાંથી યુવાનોને રશિયન સેનામાં જોડાવા અને યુક્રેન યુદ્ધમાં લડવા માટે લાવે છે ત્યારે તેમને ૨ લાખ રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે. મુકેશ અને સનીને જર્મની મોકલવા માટે તેમના પરિવારજનોએ ૩૫–૩૫ લાખ રૂપિયા ખચ્ર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application