કેશોદના ફાગળી રોડ પર ટ્રેકટર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં મેંદરડાની મહિલાનું મોત

  • July 10, 2023 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદના ફાગળી ગામે મેંદરડા થી આવતી પીયાગો રિક્ષા અને ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે છ મુસાફરોને ઇજા થતા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
​​​​​​​
કેશોદના ફાગળી ગામે ઉત્તરક્રિયા માં મેંદરડા થી પિયાગો રીક્ષા જી જે૧૧ યુ ૨૪૫૯ લઈને જતાં હતાં ત્યારે પુરપાટ ઝડપે આવતાં ટ્રેક્ટર  સાથે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં મેંદરડા ના શાહિદાબેન હનીફભાઈ કુરેશી નું મોત થયું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા પુરીબેન કરસનભાઈ, ભાવનાબેન ભરતભાઈ, મંજુબેન ગીગાભાઈ, અરવિંદભાઈ ભાણજીભાઈ, લીલાબેન ગોરધનભાઈ, નસીમાબેન સલીમભાઈ,ઉમીયાશંકર મકનભાઈ  તમામ (રહે મેંદરડા) ઈજાગ્રસ્ત થયા હતા . ઘટનાને પગલે  ૧૦૮ ની ટીમે પહોંચી  ચાર મુસાફરોને  ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યારે અન્ય મુસાફરો ને ઈજા  કેશોદ હોસ્પિટલ ખાતે પહોંચી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.  કેશોદના ફાગળી વિસ્તારમાં સંખ્યાબંધ ભરડીયાઓ આવેલાં હોય ઓવરલોડ ભરેલાં કાયમી ધોરણે માતેલા સાંઢની માફક ડમ્પરો અને ટ્રેકટરો ચલાવતાં હોય છે.કેશોદના ફાગળી રોડ પર બનેલાં અકસ્માત માં ટ્રેક્ટર માં લોખંડ ની પ્લેટો ભરેલી હોય અકસ્માત સર્જી્ ટ્રેક્ટર ચાલક નાસી ગયો છે  આ અંગે પીયાગો રિક્ષા ના ચાલક ઉમિયાશંકર મગનભાઈ ચાવડાએ ગણેશ ભરડીયા વાળા જગદીશભાઈ ના ટેલર સાથેના અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશન નાં પી.આઈ બી બી કોળી એ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application