જૂનાગઢ રાંધણગેસ બ્લાસ્ટ દૂર્ઘટનામાં દાઝેલા ગંભીર મહિલાનું પણ મોત

  • September 11, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં એક સપ્તાહ પહેલા ગણેશનગર કામદાર સોસાયટી પાસે મકાનમાં ગેસ લીકેજ થયા બાદ લાઈટ કરવા જતી વખતે બ્લાસ્ટ થવાના બનાવમાં એક જ પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા.જેને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાંથી પુત્ર અને પતિનું મોત થયું હતું અને ત્યારબાદ માતાનું પણ નિધન થતા મૃત્યુ આકં ત્રણ થયો છે. બ્લાસ્ટ થયા બાદ ગંભીર રીતે દાઝી જવાથી કાનજીભાઈ કટારીયા, તેના પુત્ર વિજયભાઈ, પુત્રવધુ મનિષાબેન અને પૌત્ર દત્ત એમ ચારેય સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જેમાંથી તા.૪ ના પૌત્ર દત્તનું, ત્યારબાદ તા.૭ ના વિજયભાઈનું મોત થયું હતું.વિજયભાઈના પત્ની મનીષાબેન પણ ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી તેનું પણ સારવાર દરમિયાન મોત થતા બ્લાસ્ટના કારણે મૃત્યુ આકં ત્રણ થયો હતો.કાનજીભાઈ ને રાજકોટ હોસ્પિટલે થી રજા આપી જૂનાગઢ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે. યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. એક જ સાહમાં પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી શોકનું મોજુ છવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News