પીજીવીસીએલમાં તમામ એલ.ટી. ગ્રાહકોમાં પ્રીપેઇડ સ્માર્ટ મીટર નાખવાના પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેકટ તરીકે હજી ૬૦૦૦ જેટલા સ્માર્ટ મીટર બદલવામાં આવ્યા છે, ત્યાં રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ અન્ય વીજ કંપનીઓના ગ્રાહકોમાં પણ સ્માર્ટ મીટર અતિ ઝડપે દોડતું હોવા બાબતે વિરોધનો વંટોળ ઉઠો છે ત્યારે રાજકોટ પીજીવીસીએલ કોર્પેારેટ કચેરીના ચીફ એન્જિનિયર (પ્રોજેકટ) આર. જે. વાળાએ જણાવ્યું હતું કે, સરકારની યોજના હેઠળ છ ૩,૬૦૧ કરોડના ખર્ચે પ્રીપેઇડ સ્માર્ટ મીટરના પ્રોજેકટના પ્રથમ તબક્કામાં પીજીવીસીએલમાં ૨૩.૬૬ લાખ ગ્રાહકોને આવરી લેવામાં આવનાર છે, તેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, વેરાવળ પંથકમાં ૬૦૦૦ જેટલા ગ્રાહકોને પ્રિપેઇડ સ્માર્ટ વીજમીટર બદલી અપાયા છે. પાયલોટ પ્રોજેકટ હાલ ૧૦,૦૦૦ વિજ મીટરનો સમાવેશ કરાયો છે, તેમણે પ્રીપેઇડ સ્માર્ટ મીટરથી વધારે બિલ આવતું હોવાનો ઇન્કાર કર્યેા હતો.
પીજીવીસીએલના રાજકોટ સુરેન્દ્રનગર ઉપરાંત વડોદરા સહિતના એમજીવીસીએલના વિસ્તારોમાં પણ સ્માર્ટ વીજ મીટર ફાસ્ટ દોડતા હોવાની ફરિયાદો ઉપરાંત પીજીવીસીએલમાં પણ ૬૦ જેટલી ફરિયાદ મળી હોવા બાબતે કોર્પેારેટ કચેરી ખાતે શનિવારે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં પ્રોજેકટ ચીફ એન્જિનિયર આર જે વાળાએ વધુમાં જણાવ્યું હતું કે પાયલોટ પ્રોજેકટ તરીકે રાજકોટના એકમાત્ર મહિલા કોલેજ સબ ડિવિઝન એટલે કે નિર્મળા સ્કૂલ રોડ અને દોઢસો ફટ રોડ વચ્ચેના વિસ્તારોમાં તેમજ સુરેન્દ્રનગરના જોરાવર નગર તેમજ વેરાવળ તાલાલા સુત્રાપાડા અને જામનગર સેન્ટ્રલના વિસ્તારોમાં ઘર વપરાશના ૫૩૨૮, સરકારી કચેરીઓ તેમજ ટીસી ઉપર ૬૦૦૦ જેટલા સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે, તેમાં ગ્રાહકોને જુના ડિજિટલ મીટરનું એટલે કે જૂનો વપરાશ અને નવા સ્માર્ટ મીટરનો બીજો વપરાશ એક સાથે વાંચવા મળતો હોવાને કારણે ગ્રાહકોમાં ગેરસમજ થાય છે. બંને વપરાશ જુદા જુદા જોવા મળે એટલા માટે સોટવેરમાં સુધારા કરવામાં આવશે.
પત્રકારોએ પીજીવીસીએલમાં સૌથી વધુ વીજ ચોરી થાય છે, તેવા ક્ષેત્રોમાં સ્માર્ટ વીજ મીટર લગાડવાના બદલે શહેરના પારસ સોસાયટી સૌરાષ્ટ્ર્ર કલા કેન્દ્ર પ્રકાશ સોસાયટી જલારામ સહિતના ભદ્ર વિસ્તારોમાં જ નવા સ્માર્ટ મીટર દાખલ કરવા બાબતે કડક આલોચના કરી હતી.
નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટર જયાં જયાં દાખલ થયા છે ત્યાં અગાઉના વીજ બિલ કરતાં ત્રણગણા વીજ વપરાશ જોવા મળતા સ્માર્ટ વીજ મીટર ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરવાનું કારખાનું સાબિત થશે તેવો વીજ ગ્રાહકોનો ખૂબ જ ઉહાપોહ સોશિયલ મીડિયામાં વાયરલ થવા બાબતે ધ્યાન દોરીને સ્માર્ટ મીટર ગ્રાહક ઈચ્છે તેને જ બદલવાની પ્રથા દાખલ કરવા પત્રકારોએ જણાવ્યું હતું. દરમિયાન રાજકોટ મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ૨૩૦૦ જેટલા ગ્રાહકોના મીટર બદલી નાખ્યા હોવાનું જણાવ્યું હતું
સ્માર્ટ મીટરની ફરિયાદો માટે અલગ કસ્ટમર કેર: પછી પીજીવીસીએલની જવાબદારી નહીં
વીજ કંપનીઓ દ્રારા પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર દાખલ કરવાના પાયલોટ પ્રોજેકટમાં જ પ્રથમ ગ્રાસે મક્ષીકાની માફક પીજીવીસીએલ, એમજીવીસીએલ સહિતની કંપનીઓના ગ્રાહકોમાં બિલ વધુ આવતા હોવાનો સ્માર્ટ મીટર ફાસ્ટ દોડતા હોવા બાબતે વિરોધનો વંટોળ ઉઠો છે, તેમાં પીજીવીસીએલમાં માત્ર ૫૩૦૦ જેટલા ગ્રાહકોના વીજ મીટર બદલવામાં આવ્યા છે ત્યાં ૬૦ જેટલી કમ્પ્લેન મળી હોવાનું જણાવીને તત્રં દ્રારા આ કમ્પ્લેન જે તે કોન્ટ્રાકટર કંપનીને સુપ્રત કરી લેવાનું જણાવ્યું છે. અને હવે પછી જે તે કંપની દ્રારા ખાસ કસ્ટમર કેર સેન્ટર શ કરવાનું હોય ત્યાર ત્યાર પછીની ગ્રાહકોની ફરિયાદ ત્યાં જ કરવાની રહેશે, અને પણ આ ફરિયાદો અંગે જે તે કંપનીને ખો આપશે, અને વીજગ્રાહક નિસહાય થઈ જશે તેમ મનાય છે. અત્રે યાદ રહે કે, કેન્દ્ર સરકારના આર.ઈ.સી. પાવર ડેવલોપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડના મોનિટરિંગ હેઠળ અપ્રાવા એનર્જી દ્રારા સ્માર્ટ મીટરની કામગીરી હાથ ધરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલાએ પાર્સલ ખોલ્યું તો નીકળી લાશ મોકલનારએ માગ્યા રૂા.૧ કરોડ ૩૦ લાખ
December 21, 2024 11:14 AMદ્વારકા: જગતમંદિર પર આરોહણ થતી ઘ્વજાજીનો ડ્રો યોજાયો
December 21, 2024 11:13 AMક્રેડિટકાર્ડ પર બેંકો ૫૦% સુધી વ્યાજ વસુલી શકશે
December 21, 2024 11:11 AMદ્વારકા: પંચદિવસીય રાજ્યકક્ષાની 33મી શાસ્ત્રીય સ્પર્ધાનું સમાપન
December 21, 2024 11:10 AMજર્મનીના ક્રિસમસ માર્કેટમાં સાઉદી તબીબે ટોળાં પર કાર ચડાવી, બે મોત
December 21, 2024 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech