નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સાધરણ સભા યોજાઈ

  • January 29, 2024 06:08 PM 

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સાધરણ સભા નવાપરા શિક્ષણ સમિતિ કચેરી ખાતે યોજાઈ હતી. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શીશીર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર-૪૯, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા, નારી રોડ, કુંભારવાડાની શાળામાં ધો-૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કિંજલ સંજયભાઈ રાઠોડ, શાળા નંબર-૬૨, મહત્મા ગાંધી પ્રા.શાળા, હાદાનગરની શાળામાં ધો-૨ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નયન હિતેશ સાપરા, શાળા નંબર-૧૫, જલારામબાપા પ્રા.શાળા, આનંદનગરની શાળામાં ધો-૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થી હેતલ અજયભાઈ સોલંકીનું કુદરતી અવસાન થતા તેમજ શાળા નંબર-૧૨, મુતારૂગનાથ પ્રા.શાળા, વાલ્કેટ ગેટ, ક.પરાની શાળામાં ધો-૨ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિવમ અજયભાઈ બારૈયાનું ઇલેક્ટ્રિક શોક લગતા અવસાન થતા તમામ વિદ્યાર્થીઓના પરિવારજનને લેખે રૂ.૨૦,૦૦૦/- એમ કુલ ચાર પરિવારોને ૮૦,૦૦૦/- સહાય આપવામાંનું મંજૂરી માટે ચર્ચાઓ કરાઈ હતી. સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં નિવૃત્ત પટ્ટાવાળા કર્મચારી ધનીબેન હરજીભાઈ સોલંકા દ્વારા નામ. હાઇકોર્ટમાં થયેલ એસસીએ:-૧૪૯૬૬/૨૦૨૩ના ચુકાદા મુજબ ૧૦૦% કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના મંજુર અંદાજપત્રના મુખ્ય હેડ (૩)(અ)ના પેટા હેડ (૪)માંથી ચૂકવાયેલ ખર્ચ અંગેની સમિતિમાં જરૂરી હકીકત જાહેર કરવામાં આવેલ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૬૮ શાળાઓમાં ઓકટોબર-૨૦૨૩ દરમ્યાન લેવાયેલ પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થયેલ હોય તેના માટે થયેલ ટેન્ડર પ્રક્રિયા મુજબ દીપક પ્રિન્ટર્સ પેઢીને અપાયેલ વર્ક-ઓર્ડર મુજબનું તેમનું કામ પૂર્ણ થતાં તેમના દ્વારા રજુ થયેલ બીલની રકમ રૂ. ૪,૭૩,૪૨૭/- અંકે રૂપિયા ચાર લાખ તોતેર હજાર ચારસો સત્યાવીસ રૂપિયા પુરા થતા ખર્ચની ૮૦% રાજ્ય સરકારની અને ૨૦% મહાનગરપાલિકાની ગ્રાન્ટ માંથી ચૂકવાયેલ રકમ અંગે મંજૂરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૬૮ શાળાઓમાં ધોરણ: ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તેવા ઉમદા હેતુથી ભાવનગર શહેરમાં આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટરની શૈક્ષણિક મુલાકાતે લઇ જવા થનાર બસ ભાડું અને સાયન્સ સેન્ટરમાં ભોજન અને અન્ય લગત ખર્ચ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રના મુખ્ય હેડ-(૪)ના પેટા હેડ-(૧૭)માંથી કરવા અંગે ટેન્ડર તા.૨૧/૧૧/૨૦૨૩ના રોજ બહાર પાડવામાં આવેલ અને તા.૨૮/૧૧/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન ટેન્ડર ડાઉનલોડ કરી તેને ભરી રજી.એડી.દ્વારા કચેરી પર મોકલવાના હતા. પરંતુ એક પણ ટેન્ડર આવેલ ન હોય ઓનલાઈન એન- પ્રીક્યોર/જીઈએમ પોર્ટલ પર રીટેન્ડર કરવા સમિતિ સ્તરેથી મંજુર કરવા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં-૮૩ અને શાળા નં-૨૪ને મહાનગરપાલિકા દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવેલ હોય MSB પ્રા.શાળા નં-૮૩ મારુતિ યોગાશ્રમને ફાળવેલ જમીનનું મેદાન લેવલીંગ અને રીપેરીંગ તથા MSB પ્રા.શાળા નં-૨૪ સુભાષનગરને ફાળવેલ જમીન પર નવી શાળાના બાંધકામની કાર્યવાહી કરવા અને સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શુભેચ્છા સંદેશ જાહેરાત માટે વિચાર ભારતી રામ જન્મભૂમિ વિશેષાંકમાં આપવા માટે ચર્ચા કરી સમિતિ સ્તરે મંજુરી મેળવવી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વર્ષ ૨૦૨૪ની સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રજાઓ શાળાઓ માટે નક્કી કરવા સ્તરેથી ચર્ચા વિચારણા કરી અધ્યક્ષ સ્થાનેથી મંજૂરી આપવા ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સભ્યો તેમજ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News