સંશોધકોને ગ્રીનલેન્ડ, ડેનમાર્કમાં થીજી ગયેલી બરફની ચાદરમાં નવા મોટા વાયરસ મળ્યા છે. આ વાયરસ ગ્લોબલ વોમિગને કારણે બરફ પીગળવાની ગતિને ધીમી કરી શકે છે. આ વાયરસ બરફની ચાદર પર જમા થયેલ શેવાળને ખાય છે. સાયન્સ ડેઈલીના અહેવાલ મુજબ, ડેનમાર્કની આરહત્પસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માઇક્રોબાયોમ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીનલેન્ડમાં પહેલીવાર આટલો મોટો વાયરસ જોવા મળ્યો છે. આમાં સામાન્ય વાઈરસ કરતાં ઘણી મોટી જીનોમ સિકવન્સ હોય છે. આ સામાન્ય રીતે સમુદ્રમાં શેવાળને ચેપ લગાડે છે. યુનિવર્સિટીના પર્યાવરણ વિજ્ઞાન વિભાગના લૌરા પેરિનીએ કહ્યું, અમે અત્યારે આ વાયરસ વિશે વધુ જાણતા નથી, પરંતુ અમને લાગે છે કે શેવાળના ફેલાવાને કારણે પીગળતા બરફને ઘટાડવામાં તે ઉપયોગી થઈ શકે છે. તેના મોટા કદ હોવા છતાં, આ વાયરસ સીધી આંખોથી જોઈ શકાતો નથી. સંશોધકોએ બે અલગ અલગ રંગીન બરફના નમૂનાઓના અભ્યાસમાં મોટા વાયરસની શોધ કરી. વધુ શેવાળ ધરાવતા નમૂનાઓમાં આ વાયરસનું પ્રમાણ વધુ હતું. મોટા વાયરસ હજુ પણ રહસ્યમય જીવો છે. આ અન્ય વાયરસથી તદ્દન અલગ છે. તેઓ ઘણા સક્રિય જનીનો ધરાવે છે, જે તેમને ડીએનએ રિપેર, પ્રતિકૃતિ અને ટ્રાન્સક્રિપ્શન માટે સક્ષમ બનાવે છે.વાયરસ સામાન્ય રીતે બેકટેરિયા કરતા ઘણા નાના હોય છે. સામાન્ય વાયરસનું કદ ૨૦–૨૦૦ નેનોમીટર હોય છે, યારે સામાન્ય બેકટેરિયાનું કદ ૨–૩ માઇક્રોમીટર હોય છે. તેનો અર્થ એ છે કે સામાન્ય વાયરસ બેકટેરિયા કરતા લગભગ ૧,૦૦૦ ગણો નાનો હોય છે, પરંતુ મોટા વાયરસનું કદ ૨.૫ માઇક્રોમીટર સુધી હોઇ શકે છે. છતાં આ આંખો કે માઈક્રોસ્કોપથી જોઈ શકાતા નથી. આ ફકત વિશિષ્ટ્ર ઉપકરણોથી જ જોઈ શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech