સબ-સ્ટેશન પર વિજપોલ નભી રહ્યું છે...

  • July 13, 2024 11:13 AM 

જામનગરમાં હાલ લોકોને સરકાર તરફેર ઘણી માંગણીઓ જોવા મળે છે. લોકો દ્વારા કોર્પોરેશને લગતા વળગતા કામોમાં ખામીઓની ફરિયાદો પણ ઉઠતી હોય છે. જી.ઇ.બી. દ્વારા ઇલેક્ટ્રિક સબ સ્ટેશનની આજુ-બાજુ સેફ્ટી માટે ઝારી નાખવામાં આવે છે, જેના કારણે વરસાદી સીઝન હોય કે પછી અન્ય કારણોસર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.જામનગરના ધમધમતા ત્રણબત્તી વિસ્તારમાં બેંક ઓફ મહારાષ્ટ્રની બાજુમાં મેઈન રોડ પર એસ.પી. બંગલા પાસે લોકો ઉપર મોતરૂપી ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન ઝુમી રહ્યું છે અને તેની બાજુમાં જ અડીને એક ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઈટનો થાંભલો આવેલો છે. તે પણ અત્યારે પડવાની કગાર પર છે.

સ્ટ્રીટ લાઈટનો પોલ ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન પર નમી ગયું છે અને સ્ટ્રીટ લાઈટનો પોલ સબ-સ્ટેશન પર નિર્ભર હોય તેવું લાગી રહ્યું છે. આ પોલ સિમેન્ટના પાયામાંથી નીકળી ગયું છે અને નમી ગયું છે તેવું જોવા મળી રહ્યું છે. આ ઇલેક્ટ્રિક પોલના કારણે સબ-સ્ટેશન કોઈપણ સમયએ પડી શકે છે અને મોટી દુર્ઘટના બની શકે છે. તેના કારણે કેટલાક નિર્દોસ લોકોના જીવ જવાની સંભાવના છે. ત્યાંના દુકાન ધારક વેપારીઓમાં ફફડાટ જોવા મળે છે. આવી કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં જી.ઇ.બી. તથા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ ઇલેક્ટ્રિક સબ-સ્ટેશનની આજુબાજુ સેફ્ટી જારી તથા સ્ટ્રીટ લાઈટના પોલને સિમેન્ટ ફાઉન્ડેશનમાં ઊભું કરવામાં આવે તેવી ત્રણબત્તી વિસ્તારના વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application