દૂધની ચોરી થતી હોવાનો વિડિઓ થયો વાઇરલ

  • March 30, 2024 03:54 PM 

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર દૂધના કેરેટની ચોરી થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. શહેરના વાઘાવાડી રોડ પરથી દૂધના કેરેટ ચોરાતા હોવાની ઘટના અંગેના સીસીટીવી સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. વહેલી સવારે કોઈ શખ્સ દ્વારા દૂધના કેરેટ ઉઠાંતરી કરી અંધારામાં પલાયન થઇ જતો હોવાનું જાણવા મળ્યું હતું. પોતાની દુકાને દૂધનો વેપાર કરતા વેપારીએ જણાવ્યા મુજબ વહેલી સવારે એક્ટિવા જેવી મોટર સાયકલમાં આવી ચોરી દૂધના કેરેટ લઇને શખ્સ ફરાર થઇ જાય છે. જે ચોરી અંગેના હોવાના સી.સી ટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વહેલી સવારે દૂધના કેરેટની ચોરીની ઘટના અંગે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application