લખનૌથી પટના જતી વંદે ભારત એકસપ્રેસ પર પથ્થરમારો કર્યેા

  • September 05, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજના સમયમાં દેશના મોટા શહેરોમાંથી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની અવરજવર એ મુસાફરો માટે મોટી ભેટ છે. પરંતુ કેટલાક તોફાની તત્વો આ ટ્રેનની છબી તેમજ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક તોફાની તત્વોએ લખનૌથી વારાણસીમાં પટના જતી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન ૨૨૩૪૬ પર પથ્થરમારો કર્યેા હતો. રેલ્વે પોલીસને કંટ્રોલ મ દ્રારા આ અંગેની માહિતી મળતા જ વહીવટીતત્રં તુરતં ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઘટના સ્થળનું નિરીક્ષણ કયુ હતું. રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. માહિતી મળી ત્યાં સુધીમાં ટ્રેન તેના સ્થાને પહોંચી ગઈ હતી
.
રેલવે પ્રશાસન તરફથી પ્રા માહિતી અનુસાર, ૪ સપ્ટેમ્બરે રાત્રે લગભગ ૮.૧૫ વાગ્યે લખનૌથી પટના જઈ રહેલી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન ૨૨૩૪૬માં પથ્થરમારો થયો હોવાની માહિતી મળી હતી. આ ઘટના કેન્ટ રેલવે સ્ટેશનથી આગળ ચૌકાઘાટ–કાશી સ્ટેશન ટની વચ્ચે બની હતી. પ્રાથમિક માહિતી સુધી કોચ નંબર ૫ ની સીટ ૧૦ અને ૧૧ પર બારીના કાચ તૂટવાની માહિતી મળી છે. જો કે, માહિતી મળતાની સાથે જ રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થળનું નિરીક્ષણ કયુ હતું. ટ્રેન તેના આગલા મુકામ માટે રવાના થઈ ગઈ હતી. ટ્રેનમાં બેઠેલા તમામ મુસાફરો સુરક્ષિત રીતે પટના પહોંચી ગયા છે. હાલમાં તોફાની તત્વોને ઓળખવા માટે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આ બાબતે જરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દેશની સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત સતત વિસ્તરી રહી છે. આજે આ ટ્રેન મોટા શહેરોમાંથી પસાર થઈ રહી છે અને મુસાફરોની પહેલી પસદં બની ગઈ છે. હાલમાં રેલવે વિભાગ દ્રારા વંદે ભારત એસી સ્લીપર ટ્રેનને ટ્રેક પર દોડાવવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ આ પહેલા પણ વંદે ભારત એકસપ્રેસ ટ્રેન પર તોફાની તત્વો દ્રારા પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. જેને લઈને મુસાફરોએ નારાજગી વ્યકત કરી છે. આવી સ્થિતિમાં મુસાફરોની મુસાફરીમાં અડચણો ઉભી કરતા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application