રાજકોટ ગ્રામય એસઓજીની ટીમે શાપર વેરાવળ નજીક આવેલા કારખાના પાસે ટ્રકમાંથી રૂપિયા ૧. ૧૯ લાખની કિંમતના ૧૧.૯૪૦ કિલો ગાંજાના જથ્થા સો ટ્રકચાલકને ઝડપી લીધો હતો. ભાયાવદરમાં રહેતા ટ્રક ચાલકે ટ્રકની કેબિનમાં ડ્રાઇવરની સીટના પાછળના ભાગે ગાંજાનો જથ્થો છુપાવીને રાખ્યો હતો. પોલીસે આરોપી પાસેી ગાંજાનો જથ્થો મોબાઈલ અને ટ્રક સહિત કુલ રૂપિયા ૩૧,૨૯,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી ગાંજો કોની પાસેી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો? તે અંગે પોલીસે તપાસ હા ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ.પારગીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા તા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઇ સંજયભાઈ નિરંજનની અને કોન્સ્ટેબલ રઘુભાઈ ધેડ તા ચિરાગભાઈ કોઠીવારને એવી બાતમી મળી હતી કે, ભાયાવદરમાં રહેતો સલીમ નારેજા નામનો ટ્રક ચાલક પોતાના ટ્રકમાં માદક પર્દાના જથ્ાની હેરફેર કરી રહ્યો છે અને હાલ આ ટ્રક ચાલક શાપર નજીક આવેલ ખોડિયાર હોટલ મેગોટેઇકસ નામના કારખાનામાં ટ્રકમાં ભરેલ માલસામાન ખાલી કરવા માટે આવ્યો છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અને ટ્રક નંબર જીજે૦૩ બીવાય ૫૫૭૨ માંથી સામાન ખાલી કરવામાં આવી રહ્યો હોય પોલીસે અહીં પહોંચી ટ્રકની તલાશી લેતા તેમાં ડ્રાઇવર સીટના પાછળનાભાગે ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.
પોલીસે અહીંી ૧૧.૯૪૦ કિલો ગાજાનો જથ્થો ઝડપી લીધો હતો. ગાંજાના જથ્થા સો ટ્રક ચાલક સલીમ બસીરભાઈ નારેજા (ઉ.વ ૩૪ રહે.હોડી વિસ્તાર, ભાયાવદર તા.ઉપલેટા)ને ઝડપી લીધો હતો. મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ રૂપિયા ૩૧,૨૯,૪૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ચાલક સામે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હા ધરી હતી. આરોપી ગાંજાનો જથ્થો કોની પાસેી લાવ્યો હતો ? અને કોને સપ્લાય કરવાનો હતો ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હા ધરી છે.
આ કામગીરીમાં એસઓજી ટીમના એએસઆઇ જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, અરવિંદભાઈ દાફડા, ભગીરસિંહ જાડેજા, અમિતભાઈ કનેરિયા અને કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, શિવરાજભાઈ ખાચર, અમૃતભાઈ વીરડા અને નરશીભાઈ બાવળીયા સો રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMબિઅંત સિંહની જેમ બોમ્બથી ઉડાવી દઈશ... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી
January 23, 2025 05:40 PMભારતમાં અઘોરી સાધના માટે આ 5 મુખ્ય સ્થળો છે,જ્યાં અધોરી સાધુ સાધના કરી વિદ્યા પ્રાપ્ત કરે છે
January 23, 2025 05:23 PMશંકરાચાર્ય જનરલ હોસ્પીટલ વરવાળામાં ૧૦૦ દિવસની ટીબી નિર્મુલન ઝુંબેશનો પ્રારંભ
January 23, 2025 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech