રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે સ્ટેશનરીનો સ્ટોર ધરાવનાર વેપારી સાથે ત્રિપુટીએ પિયા ૨૧.૬૬ લાખની છેતરપિંડી કર્યા અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારી સ્પોર્ટસની વસ્તુઓનો વેપાર કરવા ઈચ્છુક હોય આ બાબતે ઓનલાઈન સર્ચ કરતા આ ત્રિપુટીની જાળમાં ફસાયા હતા.
છેતરપિંડીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર બિગ બજાર પાસે એપી પાર્ક શેરી નંબર ૧ માં રહેતા કપિલભાઈ ધનજીભાઈ કાવર(ઉ.વ ૪૩) નામના વેપારીએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિનેશ શુકલા, આશિષ પાંડે અને મનુસિંઘના નામ આપ્યા છે.
કપિલ ભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એસ્ટ્રોન ચોક પાસે નચિકેતા બિલ્ડિંગમાં નચિકેતા સ્ટેશનરી મોલના નામે છેલ્લા ૩૦ વર્ષથી પેઢી ધરાવે છે. પાંચ માળની બિલ્ડિંગમાં ત્રીજો માળ ખાલી હોય તેમાં સ્પોટર્સ આઈટમનો ધંધો કરવાની ઈચ્છા ધરાવતા હોવાથી ડીકેથલોન સ્પોટર્સ ઇન્ડિયા પ્રા.લી કંપની જે બેંગ્લોરમાં હોય તેની આઈટમો રાખતા હતા.
બાદમાં ગત તારીખ ૨૧૧ળ૨૦૨૪ ના ઓનલાઈન કંપની વિશે સર્ચ કરતા આરોપીઓનો સંપર્ક થયો હતો આ ઉપરાંત તેની પાસેથી ફ્રેન્ચાઇઝી લેવા બાબતેની વિગતો ઇમેલ એડ્રેસ લખેલા હોવાથી માહિતી માંગી હતી. આ ફ્રેન્ચાઇઝીમાં રજીસ્ટ્રેશન ફી ડિપોઝિટ વગેરે હોય જે બાબતે આરોપી સાથે વાત કરી રજીસ્ટ્રેશન ફીના પિયા ૬૬,૦૦૦ અને ડિપોઝિટના ૬ લાખ મળી ૬.૬૬ લાખ આરોપીઓના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આ અંગે મેઇલ કરી જાણ કરતા આરોપીઓએ કન્ફર્મેશન આપી . ૯૫ લાખનો સ્ટોક રાખવાનો રહેશે જેનું પેમેન્ટ તમારે છ માસની અંદર કરવાનું રહેશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત જીએસટીની રકમ પિયા ૧૫ લાખ એડવાન્સ આપવાની રહેશે તેમ જણાવતા ફરીથી ગઈ તારીખ ૧૯ ૪ ૨૦૨૪ ના ૭.૨૦ લાખ અને ૨૩૪ ના ૭.૮૦ લાખ મળી કુલ ૧૫ લાખ આરોપીઓના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. બાદમાં આરોપીએ વેપારીને ફોન કરી તમારી ડીલરશીપ કામગીરી પૂરી થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું. જો કે વેપારીને હવે આ વ્યકિતઓ પર શંકા જતા તેમણે નંબર ઉપર ફોન કરતા આ નંબર બધં આવતા હોય તેમજ આરોપીઓ ફોન રિસીવ કરતા ન હોય પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે પોતાની સાથે થયેલ પિયા ૨૧.૬૬ લાખની આ છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૨૦,૧૧૪ તથા આઇટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.બનાવની વધુ તપાસ પીઆઇ આર.જી.બારોટ ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech