લગભગ 14 વર્ષના સંશોધન બાદ વૈજ્ઞાનિકોને હજાર વર્ષ જૂના બીજમાંથી એક વૃક્ષ ઉગાડવામાં સફળતા મળી છે, જે ઘણા સમય પહેલા લુપ્ત થઈ ગયું હતું. શેબા નામના વૃક્ષનો બાઈબલમાં ઉલ્લેખ છે, પરંતુ આધુનિક વિશ્વએ હજુ સુધી આ પ્રજાતિનું એક લીલં વૃક્ષ જોયું ન હતું, ઈઝરાયેલની રાજધાની જેરુસલેમના નેચરલ મેડિસિન રિસર્ચ સેન્ટરના નિષ્ણાત સારાહ સેલોનના નેતૃત્વમાં શોધ કરનારી ટીમમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઈઝરાયેલ અને સ્વીડનના વૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જર્નલ ઓફ કોમ્યુનિકેશન બાયોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ 1980ના દાયકામાં વૈજ્ઞાનિકોને જુડિયન રણની એક ગુફામાં શેબાના બીજ મળ્યા હતા. આ અંગે 2010માં સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. બીજના ડીએનએની તપાસ કયર્િ પછી, વૈજ્ઞાનિકોએ તેના રસાયણો અને રેડિયોકાર્બનનું વિશ્લેષણ કર્યું. તેની વૃદ્ધિ માટેનું સૂત્ર મળ્યા પછી, બીજને જમીનમાં દબાવવામાં આવ્યું. તે અંકુરિત થયું.
સંશોધકોના મતે, શેબા વૃક્ષ પ્રાચીન દક્ષિણ લેવન્ટમાં એડી 993 અને 1202 વચ્ચે એટલે કે 1031 થી 822 વર્ષ પહેલાં જોવા મળ્યું હતું. આજે ઈઝરાયેલ, પેલેસ્ટાઈન અને જોર્ડન આ વિસ્તારમાં છે. બીજમાંથી છોડ ઉગાડ્યા બાદ હવે વૈજ્ઞાનિકો છોડમાંથી રેઝિન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાઇબલમાં આ રેઝિનને ઔષધીય ગુણોથી ભરપૂર વર્ણવવામાં આવ્યું છે.
શેબાની કઈ પ્રજાતિનું વૃક્ષ છે તે હાલમાં જાહેર થયું નથી. આ સંશોધનના મુખ્ય લેખક સારાહ સેલોન કહે છે કે સેંકડો વર્ષ પહેલાં ગિલિયડના ઐતિહાસિક પ્રદેશમાં ઘણા શેબા વૃક્ષો હતા. આ વિસ્તાર પૂર્વ જોર્ડનમાં છે. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં મલમ બનાવવામાં શેબાની રેઝિનનો ઉપયોગ થતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech