રાજકોટ મહાપાલિકા દ્રારા આજે તા.૧૪ નવેમ્બરથી તા.૨૧ નવેમ્બર સુધી ગ્રંથાલય સાહની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત લાઇબ્રેરીઓમાં અનેક નવા પુસ્તકોનો વાંચન વૈભવ માણવા મળશે. પુસ્તકો ઉપરાંત મેગેઝીન્સ, ન્યુઝ પેપર્સ, ડીવીડી, બાળકો માટે રમકડાં સહિતની સુવિધાઓનો લાભ લેવા માટે મહાપાલિકાના ચીફ લાઇબ્રેરીયન નરેન્દ્ર એમ.આરદેશણા દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વિશેષમાં આરદેશણાએ ઉમેયુ હતું કે ડિજિટલ યુગમાં પણ લાઈબ્રેરીનો ક્રેઝ યથાવત રહ્યો છે, રાજકોટ મહાપાલિકાની વિવિધ કુલ ૧૫ લાઇબ્રેરીઓમાં આજની સ્થિતિએ ૨,૯૫,૦૦૦ જેટલા પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ છે અને ૩૮,૦૦૦ મેમ્બર્સ છે. દરરોજ હજારો શહેરીજનો મ્યુનિસિપલ લાઈબ્રેરીઓની અચૂક નિયમિત મુલાકાત લઇને વાંચનલાભ મેળવી રહ્યા છે. વિધાર્થીઓ માટે તો ખાસ અલાયદા છ વાંચનાલય શ કરાયા છે અને હજુ વધુ શ કરવાનું આયોજન છે. આગામી દિવસોમાં વોર્ડવાઇઝ લાઇબ્રેરી શ કરવાનો પ્રોજેકટ બજેટમાં સમાવિષ્ટ્ર કરાયો હોય તે દિશામાં પણ કામગીરી થશે
કઇ લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો અને કેટલા મેમ્બર્સ
(૧) પ્રભાદેવી જે.નારાયણ પુસ્તકાલય ૪૧૯૨૦ ૪૮૩૪
(૨) મહિલાઓ–બાળકો માટેનું ફરતું પુસ્તકાલય–૧ ૨૦૩૭૯ ૨૯૭૪
(૩) મહિલાઓ–બાળકો માટેનું ફરતું પુસ્તકાલય–૨૧૮૩૩૨ ૧૯૬૯
(૪) દતોપતં ઠેંગડી પુસ્તકાલય શ્રોફરોડ૫૫,૭૫૩ ૧૦,૦૦૮
(૫) મહિલા લાઇબ્રેરી નાનામવા ૧૩૮૦
(૬) મહાત્મા ગાંધી મ્યુઝિયમ લાઇબ્રેરી ૨૮૫૬
(૭) ડો.આંબેડકર લાઇબ્રેરી જિલ્લા ગાર્ડન ૨૧૦૨૫ ૩૮૯
(૮) બાબુભાઇ વૈધ લાઇબ્રેરી સાધુ વાસવાણી રોડ ૫૭,૨૮૩ ૯૮૪૪
(૯) ઇસ્ટ ઝોન લાઇબ્રેરી ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે ૩૭,૦૦૧ ૯૬૮
(૧૦) વિધાર્થી વાંચનાલય કોઠારીયા ગામ
(૧૧) વિધાર્થી વાંચનાલય કાલાવડ રોડ, જડૂસ ચોક પાસે
(૧૨) વિધાર્થી વાંચનાલય અલ્કા સોસાયટી મેઇન રોડ
(૧૩) વિધાર્થી વાંચનાલય શાળા નં.૭૭ કેમ્પસ, જૂનો મોરબી રોડ
(૧૪) વિધાર્થી વાંચનાલય, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે
(૧૫) વિધાર્થી વાંચનાલય, જય ભારત સ્કૂલ કેમ્પસ, વાવડી રો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech