200 થી વધુ શિક્ષકોએ આ સેમિનારમાં જોડાઇને લાભ લીધો
ધ્રોલ ખાતે જી.એમ. પટેલ ક્ધયા વિધાલયનાં અજંતા પ્રાર્થના ખંડમાં નવી શિક્ષણનીતિ અંતર્ગત શિક્ષણ પ્રશિક્ષણ સેમીનાર બી.જી.કાનાણી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો. કોરડીયા કાશી અને માખેસણા મિસરીએ નવી શિક્ષણ નીતિનું ગીત રજૂ કર્યું હતું.
આ તકે પધારેલા મહેમાનોનું સાલ, પુસ્તકો અને કાર્ડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બી.જી. કાનાણીનું સ્વાગત નર્મદાબેન વિરમગામાએ, સુધાબેન ખંઢેરિયાનું સ્વાગત વિજયાબેન બોડા છત્રોલા, ડો. સી. બી. કગથરાનું સ્વાગત જીતુભાઈ પનારા, વિજયભાઈ સોજીત્રાનું સ્વાગત નિકુંજભાઈ ભેસદડિયા, કિરીટભાઈ વિરમગામાનું સ્વાગત ખરસાણી બીનાબેન, રાજુભાઈ જોષીનું સ્વાગત લીલાબેન સીતાપરા, સંજયભાઈ વાંસજાળીયાનું સ્વાગત ભેંસદડીયા દક્ષાબેન, અરવિંદભાઈ ભીમાણીનું સ્વાગત સુમિત્રાબેન, નીતાબેન રામાનુજનું સ્વાગત પોપટ હીનાબેન, ભાવનાબેન ચાંગેલાનું સ્વાગત લીલાબેન સીતાપરા, બિંદુબેન ભટ્ટનું સ્વાગત હિંસુ શોભનાબેન, નિર્મલ ઉપાધ્યાયનું સ્વાગત બોડા મધુબેન, ભીમજીભાઈ ચનિયારાનું સ્વાગત ચંદ્રેશભાઈ ગડારા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ શાળાના યશસ્વી આચાર્ય વિજયાબેન બોડાએ આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વાતાવરણને પવિત્ર તથા શિક્ષણમય કર્યું હતું. ત્યારબાદ લેવા પટેલ સંકુલના ઉપપ્રમુખ વિજયભાઈ સોજીત્રા સાહેબે પ્રસંગોચિત પ્રવચન આપતા કહ્યું કે જ્યારે આખા દેશમાં નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી રહી છે, ત્યારે આપણે સૌએ સ્માર્ટ શિક્ષક બનીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ. સોજીત્રા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે દિવસેને દિવસે વિધાર્થીઓ સ્માર્ટ બનતા જાય તો શિક્ષકોએ પણ દિવસે ને દિવસે સ્માર્ટ બનવું પડશે. શિક્ષકોને પણ રોજ રોજ નવું શીખવું પડશે. શિક્ષક મરે ત્યાં સુધી ભણે કારણ કે તેને કાયમ વિધાર્થીઓને નવું નવું જ આપવાનું છે. કેળવણીનું ક્ષેત્ર તો વિશાળ છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. શાળાની લાઈબ્રેરીઓનો ભરપૂર ઉપયોગ કરીને બાળકોને આપો. આપણી પાસે ભણી ગયેલા વિધાર્થીઓ જ્યારે પણ મળે અને આપણને સન્માન મળે એ જ આપણી મૂડી. સોજીત્રા સરે જણાવ્યું કે ડચ અને ફ્રેન્ચ ભાષાની જનની તો સંસ્કૃત ભાષા જ છે.
સોજીત્રાએ જણાવ્યું કે આખા વિશ્વના શિક્ષણ સાથે કદમ મિલાવવા માટે આપણે નવી શિક્ષણનીતિ અપનાવી જ પડશે અને સર્વે મહેનત કરવી જ પડશે. પરેશભાઈ ભટ્ટનું સ્વાગત સાલ ઓઢાડીને કરવામાં આવ્યું, ત્યારબાદ વેલકમ કાર્ડ દ્વારા તેને આવકારવામાં આવ્યા. ઉમિયાજી કોલેજના કેમ્પસ ડાયરેક્ટર બી.જી. કાનાણીએ સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આ યુગમાં આપણે સૌ શિક્ષણ ભાઈ-બહેનનો લક્કી છીએ કે આપણે શિક્ષકો છીએ. સાહેબે પોતાના પ્રવચનમાં વીન્દ્રનાથ ટાગોર ની વાત કરતા જણાવ્યું કે 70 વર્ષ ચિત્રકામ શીખેલા ટાગોરને આજે આપણે યાદ કરીએ છીએ. અબ્દુલ કલામનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ કેવો હતો તેની વાત કરી હતી. કાનાણી સાહેબે જણાવ્યું કે અત્યારના યુગમાં નાનામાં નાનું બાળક ખૂબ જ ઓબ્ઝર્વેશન કરે છે ત્યારે હંમેશા બાળકોને નાનપણથી જ વિચારશીલ બનાવવા પડશે.
ત્યારબાદ શાળાના સુપરવાઇઝર નર્મદાબેન વિરમગામાએ કાર્યક્રમની આભાર વિધિ કરી. આ સેમિનારમાં 200 થી વધુ શિક્ષકો જોડાયા હતા. સમગ્ર કાર્યકામાંનું સફળ સંચાલન વ્યાસ હેતલબેને કર્યું. કાર્યક્રમને અનુરૂપ રંગોળી તથા સુંદર બોર્ડ વર્ક આચાયર્નિા માર્ગદશન હેઠળ ગડારા ગીતાબેન, ગામીત હીનાબેન, બોડા જ્યોત્સનાબેન અને જાકાસણીયા મનીષાબેનએ કરેલ હતી. તેમજ કાર્યક્રમમાં આપવામાં આવેલા વેલકમ કાર્ડ બીનાબેન ખરસાણીના માર્ગદર્શન હેઠળ વિધાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech