કર્ણાટકના હાસન જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. તેના પ્રથમ પોસ્ટિંગ પર જઈ રહેલા એક આઈપીએસ અધિકારી હાસન જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પોલીસે જણાવ્યું કે હર્ષ વર્ધન જે ૨૬ વર્ષનો હતો. તેમની પસંદગી કર્ણાટક કેડરના ૨૦૨૩ બેચના આઈપીએસ અધિકારી તરીકે કરવામાં આવી હતી. તેણે યુપીએસસી પરીક્ષામાં ૧૫૩મો રેન્ક મેળવ્યો હતો. પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તે મધ્યપ્રદેશનો રહેવાસી હતો. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત રવિવારે સાંજે હાસન તાલુકાના કિટ્ટને પાસે પોલીસ વાહનનું ટાયર ફાટતાં થયો હતો. ત્યારપછી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને વાહન રસ્તાની બાજુમાં આવેલા એક ઘર અને ઝાડ સાથે અથડાયું.
પોલીસના જણાવ્યા અનુસાર, હર્ષ વર્ધન હોલેનરસીપુરમાં પ્રોબેશનરી આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) તરીકે ફરજ પર જવા માટે હાસન જઈ રહ્યો હતો. હર્ષ વર્ધનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું, યારે ડ્રાઈવર માંજેગૌડાને સામાન્ય ઈજાઓ થઈ હતી, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આઈપીએસ અધિકારીએ તાજેતરમાં મૈસુરમાં કર્ણાટક પોલીસ એકેડેમીમાં તેની ચાર અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી હતી અને હાસન જિલ્લામાં એએસપી તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેના પિતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ આઈપીએસ અધિકારીના નિધન પર શોક વ્યકત કર્યેા છે.
પોલીસે જણાવ્યું કે આઈપીએસ અધિકારીએ તાજેતરમાં જ એક મહિના પહેલા મૈસુરની કર્ણાટક પોલીસ એકેડમીમાં તેની આઈપીએસની તાલીમ પૂર્ણ કરી હતી. આ તેની પ્રથમ નોકરી હતી. તેણે યુપીએસસી પરીક્ષામાં ૧૫૩મો રેન્ક મેળવ્યો હતો. પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. મીડિયા રિપોટર્સ અનુસાર, હર્ષ વર્ધન પહેલાથી જ અભ્યાસમાં હોંશિયાર હતો. તેમણે પ્રથમ પ્રયાસમાં જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી. હર્ષવર્ધને એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી પરંતુ એન્જિનિયરિંગ કર્યા પછી તેણે ૨૦૨૨–૨૩માં યુપીએસસી પાસ કરી. એ પછી તેણે આઈપીએસ બનવાનું નક્કી કયુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech