કચ્છના અંજાર નજીક સાપેડામાં એક હૃદયદ્રાવક અકસ્માત બન્યો છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી મુજબ, બાઈક પર સવાર બે મિત્રોને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ બંનેએ ઘટનાસ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.
આ અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અંજારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech