RMC દ્વારા ફાયર NOC નહીં ધરાવતા કુલ 43 સંકુલો કર્યા સીલ

  • May 31, 2024 12:24 AM 

RMC દ્વારા ફાયર NOC નહીં ધરાવતા કુલ 43 સંકુલોને સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. 


આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી દરમ્યાન મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ પોતે પણ વોર્ડ નં. ૮માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ નં. ૭મા એસ્ટ્રોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે વિઝિટ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૩૦-૦૫-૨૦૨૪ના રોજ હાથ ધરાયેલ કામગીરી દરમ્યાન વિવિધ વોર્ડની ટીમોએ કુલ ૨૦૨ એકમોની ચકાસણી કરી હતી જેમાં ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતા કુલ ૪૩ સંકુલો સીલ કરવામાં આવ્યા છે, જયારે ૧૦૭ એકમોને નોટિસ આપવામાં આવેલ છે.  


વોર્ડ નં. ૧માં (૧) મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, (૨) રામાપીર ચોકડી પાસે આવેલ દિશા એજ્યુકેશન, (૩) ઇલેવન જીમ, (૪) ફીટ એન્ડ ફાઈન માર્શલ આર્ટ અને (૫) ફ્રેન્ડ્સ & કાફેને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં.૨માં (૧) હોટલ એવન્યુને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં. ૩માં રેલનગર રોડ પર આવેલ (૧) શ્રી આશીર્વાદ સ્કૂલ, (૨) પ્રગતિ સ્કૂલ અને (૩) શ્રીનાથજી સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં. ૪માં કુવાડવા રોડ પર (૧) ભારત પેટ્રોલ પંપ, (૨) આન પેટ્રોલ પંપ, (૩) જીઓ પેટ્રોલ પમ્પ, અને (૪) હોટલ નોવા ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં. ૫માં પેડલ રોડ પર આવેલ (૧) ધ ફાર્મ હોટલ, (૨) પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષ, (૩) પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષમાં એક્સીસ બેંક, રણછોડનગર શાખા, (૪) કોટક મહિન્દ્ર બેંકને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં. ૬માં પેડક રોડ પર આવેલ (૧) અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં. ૮માં (૧) હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ, (૨) પોદર પ્રિ-સ્કૂલને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં.૯માં (૧) રોઝરી સ્કૂલનો ચોથો માળ, (૨) શાસ્વત રોયલ પ્લસ હોસ્પિટલના છેલ્લા માળને બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં. ૧૦માં (૧) K7 એકેડેમી, (૨) શક્તિ સ્કૂલને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે અને (૧) ન્યુ પરિમલ સ્કૂલ અને (૨) સ્વસ્તિક સ્કૂલને નોટિસ આપવામાં આવેલ.


વોર્ડ નં.૧૧માં નાણા મવા રોડ પર (૧) એન.ડી. ફિટનેસ જિમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં.૧૨માં (૧) P & B કિડ્સ ઝોન, (૨) રેલેક્ષ્સ સ્પા, (૩) પી. એન્ડ બી. સ્કૂલનો ચોથો માળ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં.૧૫માં આવેલ (૧) સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર આવેલ (૧) નીલકંઠ શોપિંગ સેન્ટરને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


વોર્ડ નં.૧૮માં (૧) પાલવ સ્કૂલ, (૨) જ્ઞાનગંગા સ્કૂલ, (૩) સિધ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ, (૪) ધર્મજીવન રેસ્ટોરન્ટને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application