ધરમપુર સીમ અને અંધાશ્રમમાં એલસીબી ત્રાટકી : લાલપુર તથા દિ.પ્લોટ 49 રોડ ખાતે દરોડા : શરાબની બોટલો સહિતનો મુદામાલ કબ્જે : બે ફરાર
જામનગર શહેર, જીલ્લામાં ઇંગ્લીશ દા અંગે પોલીસ દ્વારા તપાસ કરીને ચાર સ્થળોએથી શરાબનો જથ્થો અને હેરાફેરી કરનારા શખ્સોને દબોચી લીધા હતા, બે શખ્સ ફરાર થઇ ગયા હતા. એલસીબીની ટુકડીએ લાલપુરના ધરમપુર સીમમાંથી એક શખ્સને 65 બોટલ સાથે પકડી લીધો હતો, જયારે અંધાશ્રમ આવાસ કોલોનીમાં એક મકાનમાંથી શરાબની 44 બોટલ મળી આવી હતી તેમજ લાલપુર અને શહેરના 49 રોડ પર દા અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર એસપી અને ડીવાયએસપીની સુચનાથી દા, જુગારના કેશ શોધી કાઢવા એલસીબીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆઇ પટેલની સુચનાથી સ્ટાફના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ, કાસમભાઇને મળેલ બાતમી આધારે લાલપુર તાલુકાના ધરમપુરની સીમમાં રહેતા એજાજ રાયબ હાલેપોત્રાના કબ્જાની વાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દાની 65 બોટલ તથા એક મોબાઇલ મળી કુલ 31 હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો. જયારે દા સપ્લાય કરનાર ભાણવડના મોરઝર ગામના વિજય ઉગા બગડાનું નામ ખુલ્યુ હતું, બંનેની સામે પ્રોહી મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજા દરોડામાં જામનગર શહેર વિસ્તારમાં એલસીબીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે હરદીપભાઇ મયુરસિંહ અને ષીરાજસિંહને મળેલ હકીકત આધારે અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં. 29માં રહેતા સંજયસિંહ ભરતસિંહ વાઢેરના મકાનમાંથી વિદેશી દાની 44 બોટલ કિ. 17600 મળી આવી હતી. જયારે આરોપી સંજયસિંહ ફરાર થઇ ગયો હતો.
આ ઉપરાંત લાલપુર તાલુકાના નાંદુરી રોડ પર સિઘ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા રમજાન શેરમામદ સંધીને ઇંગ્લીશ દાની 3 બોટલ લઇને લાલપુર બસ સ્ટેન્ડની પાછળથી સ્થાનીક પોલીસે પકડી લીધો હતો અને દા બાબતે પુછપરછ કરી હતી. જયારે જામનગરના દિ.પ્લોટ 58 હિંગળાજ ચોકમાં રહેતા હિરેન ઉર્ફે હિરો રમેશ ડોડીયા નામના શખ્સને ઇંગ્લીશ દાની 1 બોટલ સાથે દિ.પ્લોટ 49 રોડ પરથી પોલીસે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ અવકાશમાંથી દેખાતો મહાકુંભનો મનમોહી લે એવો નજરો, જોવો તસ્વીરો
January 22, 2025 04:18 PMસિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર
January 22, 2025 03:42 PMકેકેવી બ્રિજ નીચે ગેમઝોન બને તો જોયા જેવી–કોંગ્રેસ ગેમ ઝોન પ્રોજેકટ સાકાર થઇને રહેશે–જયમીન ઠાકર
January 22, 2025 03:41 PMરૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય
January 22, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech