ઉતરાયણના તહેવાર દરમિયાન શહેરમાં ડેંગ્યુથી બાળક,ન્યુમોનીયાથી યુવાન ઘરમાં પડી જવાથી વૃધ્ધ અને બેભાન હાલતમાં નિવૃત પોલીસમેન સહિત અપમૃત્યના ૧૧ બનાવ બન્યા છે. તહેવાર સમયે જ સ્વજનોને ગુમાવતા પરિવારજનોમાં ગમગીની છવાય ગઇ હતી.
જાણવા મળતી વિગતો મુજબ શહેરના કોઠારીયા રોડ પર ફાયર બ્રિગેડ પાસે રહેતો રવિરાજસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ ૧૧) ઉતરાયણની સવારે બેભાન થઈ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં તેનું મૃત્યુ થયું હતું. બાળક એક ભાઈ એક બહેનના પરિવારમાં નાનો હતો. બાળકને ડેન્ગ્યુ થયો હોય ખાનગી અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. દરમિયાન તેનું મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
યારે અન્ય એક બનાવમાં મવડી વિસ્તારમાં ઓમનગર સર્કલ પાસે ૮૦ ફુટ રોડ પર માતિપાર્ક–૧માં રહેતો મેહત્પલ ધીભાઈ પરમાર (ઉ.વ ૨૬) નામના યુવાનને ન્યુમોનિયા થયો હોય ચારેક દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો યાંથી રજા અપાયા બાદ ઘરે લઈ જતા ઉતરાયણના દિવસે વહેલી સવારે તે ઘરે બેભાન થઈ ગયો હતો જેથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મેહત્પલ બે ભાઈના પરિવારમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. યુવાન ફેબ્રિકેશનનું મજૂરીનું કામ કરતો હોવાનું માલુમ પડું છે આધારસ્તભં સમાન યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.
અપમૃત્યુના અન્ય બનાવવામાં કુવાડવામાં શકિત હોટલ પાછળ રહેતા ભીખા બધાભાઈ સુરેલા (ઉ.વ ૬૦) નામના વૃદ્ધ ગુવારે રાત્રિના ઘરે સીડી પરથી ઉતરતા હતા ત્યારે અકસ્માતે પડી જતા તેમને માથામાં ઇજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા જેથી હોસ્પિટલ ખસેડાતા શનિવારે રાત્રિના સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ભીખાભાઈ નિવૃત્ત જીવન જીવતા હતા તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું અને તેઓ પાંચ ભાઈ બે બહેનના પરિવારમાં નાના હોવાનું જાણવા મળ્યું છે. યારે મવડીમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર ફોચ્ર્યુન હોટલ પાછળ આસ્થા ગ્રીન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરનાર નેપાળી આધેડ નયનરામ ગનાભાઇ લુહાર (ઉ.વ ૫૦) બે મહિનાથી બીમાર હોય દરમિયાન ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડા હતા. અહીં તેમને દમ તોડી દીધો હતો આજે બે ભાઈના પરિવારમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લાલપરી પાસે શેરી નંબર ૫ માં રહેતા વિજુબેન રમેશભાઈ મકવાણા(ઉ.વ ૪૦) નામના મહિલા ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા તેમનું મોત થયું હતું.
યારે ચુનારાવાડ શેરી નંબર ૧ માં રહેતા ઉર્મિલાબેન રમેશભાઈ બારા(ઉ.વ ૩૫) નામના મહિલાને છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારી હોય અગાઉ ટીબી પણ હોય ઉતરાયણની આગલી રાતે ઘરે બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. યાં તેમણે દમ તોડી દીધો હતો. મહિલાને સંતાનમાં બે પુત્ર હોવાનું માલુમ પડું છે.
આ ઉપરાંત અન્ય એક બનાવમાં જામનગર રોડ પર મનહરપુર ૧ દ્રારકાધીશ સામે રહેતા મહિપતસિંહ નિભા ચુડાસમા (ઉ.વ ૬૬) મકરસંક્રાંતિની આગલી રાતે ઘરે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. વૃદ્ધ ચાર ભાઈના પરિવારમાં નાના હતા તેમને સંતાનમાં એક પુત્રી છે વૃદ્ધને થોડા સમય પૂર્વે આંખમાં ફંગસ થયું હતું અને ડાયાબિટીસથી પણ પીડાતા હતા તેઓ રાજકોટમાં હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા હતા.
અપમૃત્યુના અન્ય બનાવવામાં લોહાનગર રામાપીર મંદિર પાસે રહેતો નિદ્રેશરામસિંગ જાદવ(ઉ.વ ૩૪) નામનો યુવાન રાત્રિના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાતા તેનું મોત થયું હતું.યુવાનનું બીમારી સબબ મોત થયાનું માલુમ પડું છે. યારે ચંપકનગર પાંચમાં પાણીના ઘોડા પાસે રહેતા મનોજ વ્રુજલાલ ભાદાણી(ઉ.વ ૫૬) નામના પ્રૌઢ બીમારી સબબ ઘરે બેભાન થઈ જતા તેમનું મોત થયું હતું.
ખીજડીયા હનુમાન નજીક આઈ.પી. મિશન પાસે દેવભૂવન કવાર્ટરમાં રહેતા સુનિલ ભુપતભાઈ દાદુકિયા(ઉ.વ ૪૪) નામનો યુવાન રાત્રિના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કર્યેા હતો.યુવાનને ફેફસા અને લીવરની બીમારી હોવાનું માલુમ પડું છે આ ઉપરાંત કુંભારાવાડા ૧૦ માં રહેતા ઓસમાણ અલ્લારખાભાઈ ઝેરીયા(ઉ.વ ૬૦) નામના વૃદ્ધ ગઈકાલ બપોરના ઘરે બેભાન થઈ જતા તેમનું મોત થયું હતું.વૃદ્ધનું મોત બિમારી સબબ થયું હોવાનું માલુમ પડું છે.
રાજકોટમાં રોગચાળો બેકાબુ: તાવ, શરદી,ઉધરસ, ઝાડા–ઉલ્ટીના ૧૭૫૪ કેસ મળ્યા
રાજકોટમાં મકરસંક્રાતિના તહેવારો બાદ રોગચાળો બેકાબુ બન્યો છે, મહાપાલિકાએ જાહેર કરેલા એપેડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી સહિતના ૧૭૫૪ કેસ નોંધાયા છે. રિપોર્ટ અનુસાર ડેન્ગ્યુનો એક કેસ, ચિકનગુનિયાનો એક કેસ, શરદી ઉધરસના ૧૩૫૬ કેસ, સામાન્ય તાવના ૧૪૪ કેસ, ઝાડા ઉલટીના ૨૫૧ કેસ અને ટાઈફોઈડનો એક કેસ મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech