શુક્રવારે ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી .બપોરબાદ મેઘમહેર થતાં જેસરમાં ધોધમાર એક અને મહુવામાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.ભાવનગર શહેર અને સિહોરમાં અર્ધો,પાલીતાણામાં પા ઈંચ વરસાદ પડયો હતો.ઘોઘામાં ઝાપટુ પડયુ હતુ .જ્યારે ચાર તાલુકામાં મેઘવિરામ રહયો હતો. જેસરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં કાળા વાદળો ગોરંભાયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.સાંજ સુધીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ભાવનગર શહેરમાં શુક્રવારે બપોરના સમયે પહેલા મધ્યમ અને બાદમાં ધોધમાર વરસાદ અર્ધો કલાક પડ્યો હતો.આથી શહેરમાં ૧૬ મિમી. ઍટલે કે અર્ધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. સિહોરમાં પણ અર્ધો ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જ્યારે મહુવામાં ૧૮ મી.મી. એટલે કે પોણો ઈંચ વરસાદ પડયો હતો.મહુવામાં આ વર્ષે સીઝન નો કુલ વરસાદ ૩૪ ઈંચથી વધુ પડ્યો છે.પાલીતાણામાં પણ હળવા , ભારે ઝાપટા વરસી ગયા હતા.જ્યારે વલભીપુર, ઉમરાળા, ગારિયાધાર અને તળાજામાં વરસાદે વિરામ લીધો હતો. ગુરૂવારે બપોર બાદ થી મોડી રાત સુધીમાં જેસરમાં ૨૯, મહુવામાં ૧૮,સિહોરમાં ૧૫, ભાવનગરમાં ૧૬,ઘોઘામાં ૫,પાલિતાણામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech