બાર એસો.માં એકિટવ, કાર્યદક્ષ, સમરસ પેનલનો ત્રિપાંખીયો જંગ

  • December 17, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



૨૦ ડિસેમ્બરે યોજાનારી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે ત્રણેય પેનલોના ઉમેદવારો દ્રારા પ્રચાર પ્રસાર કાર્યમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
બાર એસોસિએશનની આ ચૂંટણીમાં મુખ્ય ત્રણ પેનલો વચ્ચે સીધી હરિફાઈ જોવા મળી છે. જેમાં એકિટવ પેનલના બકુલ રાજાણી, સમરસ પેનલના પરેશ માં અને કાર્યદક્ષ પેનલના દિલીપભાઈ જોષી વચ્ચે ત્રિપાંખીયો જગં મંડાયો છે. તેમજ પ્રમુખપદ માટે અન્ય ત્રણ ઉમેદવારો પણ મેદાનમાં છે, જેમાં અતુલભાઈ જોષી, કૌશિક પંડા અને પરંપરાગત ઉમેદવાર હરિસિંહ વાઘેલાએ જંગમાં ઝપલાવ્યું છે. ઉપપ્રમુખ માટે મયકં પંડા, નિરવ પંડા અને સુમિત વોરા વચ્ચે તેમજ સેક્રેટરીમાં કેતન દવે, સંદીપ વેકરીયા, પરેશ વ્યાસ અને વિનેશ છાયા વચ્ચે સ્પર્ધા છે. જોઈન્ટ સેક્રેટરી માટે ગિરિરાજસિંહ જાડેજા અને જીતેન્દ્ર પારેખ વચ્ચે હરીફાઈ જામી છે. આ ઉપરાંત ટ્રેઝરરની જગ્યા માટે રાજેશ ચાવડા, પંકજ દોંગા અને કૈલાશ જાની વચ્ચે તેમજ લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે રવિ ધ્રુવ અને કેતન મંડળ વચ્ચે સ્પર્ધા છે. યારે મહિલા અનામત જગ્યા માટે અણાબેન પંડા, હર્ષાબેન પંડા, પલબેન થડેશ્વર અને રક્ષાબેન ઉપાધ્યાય ચૂંટણી લડી રહ્યા છે. યારે નવ કારોબારીની જગ્યા માટે ૨૬ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે. આગામી તારીખ ૨૦ના રોજ યોજાનાર ચૂંટણીના મતદાન પૂર્વે ત્રણેય પેનલના ઉમેદવારો તેમજ સ્વતત્રં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં પ્રચાર કાર્યનો ધમધમાટ શ થયેલ છે. ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ વકીલ સંગઠનો સાથે મીટીંગનો દોર ચાલી રહ્યો છે. જેમાં પરેશ માંની સમરસ પેનલના સમર્થનમાં બ્રહ્મ સમાજના વકીલોની બેઠક મળી હતી. આ પેનલના સમર્થનમાં કલેઇમ બાર એસોસિએશનના ઇન્ચાર્જ જી આર પ્રજાપતિ, સુનિલ મોઢા, જે જે ત્રિવેદી, વિપુલ કક્કડ, ગોપાલ ત્રિવેદી, રાજેશ મહેતા, મનીષ ખખ્ખર સહિતની મોટી સંખ્યામાં સિનિયર જુનિયર વકીલો હાજર રહી સમરસ પેનલને સમર્થન આપ્યું છે.આ ઉપરાંત સામાકાંઠેથી બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેન્શનના કારોબારી સભ્યપદની ચૂંટણી લડી રહેલા અશ્વિન રામાણીના સમર્થનમાં પણ બેઠક મળી હતી.
બીજી બાજુ કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આવતીકાલે તારીખ ૧૮ની સાંજે સાડા સાત કલાકે વિરાણી હાઇસ્કુલ ખાતે હરદેવભાઈ આહીર દ્રારા લોકસાહિત્યનો ડાયરો અને હસાયરાનો કાર્યક્રમ સાથે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સવારે એકિટવ પેનલના બકુલ રાજાણી દ્રારા કોર્ટ પાસે અલ્પાહાર માટે વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application