રાજકોટના હરિધવા મેઇન રોડ પર નવનીત શેરીમાં માં મસાણી નામના ઘરમાં રહેતો ભુવો મહેશ મનજી વાળા 10 વર્ષથી ધતિંગલીલા કરતો હતો. લોકોના દુખ-દર્દ દૂર કરવાના નામે દોરા-ધાગા કરી હજારો રૂપિયા પડાવતો હતો. આ ભુવાનો પર્દાફાશ કરવા માટે વિજ્ઞાન જાથાએ મેટોડામાં છટકું ગોઠવ્યું હતું. અહીં પતિ-પત્નીના ઝઘડાની સમસ્યા દૂપ કરવા ભુવાને બેઠક માટે બોલાવ્યો હતો અને રંગેહાથ ઝડપાયો હતો.
લોકોની માફી માગું છું
આ ઘટના અંગે અગાઉથી જાણ કરેલી હોવાથી મેટોડા પોલીસમથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ભૂવા ઉપરાંત તેની સાથેના ચાર સાગરીતોને મેટોડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અહીં ભુવાએ કબૂલાત આપી હતી કે, લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવા માટે દોરા કરવાના નામે રૂ. 5100ની ફી વસૂલતો હતો. જોકે હવે આ તમામ પ્રવૃત્તિ બંધ કરી લોકોની માફી માગું છું.
તમારે જ્યાં ફરિયાદ કરવી હોય તે કરી લો
આ મામલે ફરિયાદી દર્શના મારડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના રામ પાર્ક શેરી નંબર 2માં રહીએ છીએ. પતિનો કડિયા કામનો ધંધો બરોબર ચાલતો ન હોવાથી ભૂવા મહેશ વાળાનો સંપર્ક કર્યો હતો, જેની ફી રૂપિયા 5100 હતી. તમને અલગ-અલગ પ્રકારની તકલીફો છે, તેવું કહી આ ભુવાએ અમારી પાસેથી રૂપિયા 45000 પડાવ્યા હતા. અમે અમારી એક રિક્ષા વેચીને પૈસા આપેલા છે. આ સાથે વ્યાજના ચક્રમાં પણ ફસાઈ ગયા છીએ. પૈસા પરત માગવા જઈએ તો ધમકી આપવામાં આવતી હતી કે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય તે કરી લો અને કેસ કરવો હોય તે પણ કરી લો. જેથી આ પ્રકારના ભુવાથી દૂર રહેવું જોઈએ, તેવી અમારી લોકોને અપીલ છે.
આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું
પોતાનું ધતિંગ ખુલ્લું પડી જતાં ભુવા મહેશ વાળાએ જણાવ્યું કે, આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું. 5100ની ફી લેતો હતો અને 5 વર્ષથી દોરા-ધાગા અને જોવાનું કામ કરતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.
અલગ અલગ વિધિના નામે હજારો પડાવતો
ભુવો દોરા-ધાગા જોવાનું, ઉતાર કાઢવાનું કામ છેલ્લાં 10 વર્ષથી કરતો હતો. પ્રથમ બેઠકના રૂ. 5100 બાદ દાણા જોઈ રૂ. 21000થી 1 લાખની ફી વસૂલતો હતો. તંત્રવિદ્યામાં નગ્ન હાલતમાં વિધિ-વિધાન કરતો. ભુવો સ્વિફટ ગાડી, સાગરીતોની મોટી ફોજ ધરાવે છે. પતિ-પત્નીના ઝઘડાઓ, પિતૃ નડતરની વિધિના રૂ. 21000 લેતો હતો. વાયણ વાળવાની વિધિના રૂ. 35000 લેતો. કાળા દોરા આપી, કાળું કપડું, ઉતાર વિધિમાં પૂતળા બનાવી ચાર ચોકમાં મૂકવાની વિધિ કરાવતો હતો. દુઃખી લોકોને વીડિયો દ્વારા વિધિ-વિધાન કરાવતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાતા નાઈટ રાઈડર્સે 8 વિકેટે જીતી મેચ, રાજસ્થાનની સતત બીજી હાર
March 26, 2025 11:40 PMGPay, PhonePe, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, UPI ડાઉન, ઓનલાઈન પેમેન્ટમાં મુશ્કેલી
March 26, 2025 09:10 PMઆ કંપની 1 શેર પર આપશે 25 રૂપિયાનું ડિવિડન્ડ, રેકોર્ડ ડેટ નજીક, આ દિવસે ખાતામાં આવશે પૈસા
March 26, 2025 08:26 PMમુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત, સુરક્ષામાં વધારો
March 26, 2025 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech