જમ્મુ-કાશ્મીરના નૌપોરામાં સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં એક આતંકવાદી ઠાર કરાયો

  • April 26, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ચેક મોહલ્લા નૌપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસ (કાશ્મીર ક્ષેત્ર) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, સોપોર જિલ્લા પોલીસના વિસ્તારમાં ચેક મોહલ્લા નૌપોરામાં એન્કાઉન્ટર શરૂ થયું.અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ નજીક ફાયરિંગ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો. તેમણે જણાવ્યું કે ફારુક અહેમદ નામના નાગરિકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ઓપરેશન હજુ ચાલુ છે.

દરમિયાન,અધિકારીઓએ જણાવ્યું કે ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ બારામુલ્લા જિલ્લાના સોપોરના નૌપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે સુરક્ષા દળોએ છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા ત્યારે તેઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેનાથી એન્કાઉન્ટર શરૂ થયું જે હજુ પણ ચાલુ છે. દરમિયાન, બાંદીપોરા વિસ્તારના જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. બુધવારે આ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application