જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના કરજણ તાલુકાના ગામોમાં ૯૦૦થી વધુને સારવાર આપી

  • September 06, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના કરજણ તાલુકાના ગામોમાં ૯૦૦ થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. જેમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વેળાવદર પ્રાથમિક આરોગ્ય ટીમ દ્વારા પાંચ દિવસ વડોદરામાં રહીને કામગીરી કરવામાં આવી હતી. 
કરજણ તાલુકાના પી.એચ.સી. હાંડોદ ખાતે પાંચ દિવસમા માનપુર, હાંડોડ, સંભોય, અનસ્તુ, ખેરાડા, વીરજય એમ કુલ છ ગામોમાં મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં આશરે ૯૦૦થી વધુ લોકોને મેડિકલ સારવાર આપવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારમાં સગર્ભાબેનને મેડિકલ સારવાર આપવામાં આવી હતી તેમજ પી.એચ.સી. વેળાવદરની એમ્બયુલન્સ દ્રારા નજીકના પી.એચ.સી. ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application