મધ્યપ્રદેશની ભુલી પડેલી મહિલાની મદદે આવી ૧૮૧ ની ટીમ

  • December 20, 2024 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશની નિ:સહાય મહિલાનું ૧૮૧ ની ટીમે કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો છે.
પોરબંદર શહેરમા પુત્રને મળવા આવેલી મધ્યપ્રદેશની મહિલા નિ:સહાય બની જતા અભયમ ૧૮૧ ની ટીમે તેનુ સફળ કાઉન્સેલિંગ કરી પરીવાર સાથે વાતચીત તથા સંપર્ક કર્યા બાદ હાલ તેને સખી વન સ્ટોપમાં આશરો આપવામાં આવ્યો હતો.
ગુજરાતની મહિલાઓને નીડર, સશકત અને સુરક્ષાનું અભય વચન પુરુ પાડતી સેવા એટલે ૧૮૧ અભયમ હેલ્પલાઇન. આ હેલ્પલાઇન આજે મહિલાઓ માટે સાચાઅર્થમાં સંકટ સમયની સહેલી બની છે.રાજયની મહિલાઓને કોઇપણ પ્રકારની ઘરેલુંહિંસા, શારીરિક-માનસિક કે જાતિય સતામણી હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તેમના માટે સુરક્ષા કવચ બનીને સતત ૨૪ કલાક અભયમની ટીમ કાર્યરત રહીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં હુંફ અને સથવારો પુરો પાડી રહી છે.પોરબંદરમાં ૪૬ વર્ષીય નિ:સહાય મહિલાની મદદે પોરબંદર અભયમ ૧૮૧ ટીમ આવી સુરક્ષાનું અભય વચન પુરુ પાડી પ્રશસંનીય કામગીરી કરી છે.ગત તા.૧૫  રોજ મધ્યપ્રદેશથી નિકળેલી ૪૬ વર્ષીય મહીલા પોરબંદરમાં રહેતા તેમના દીકરાને મળવા આવી હતી. તેવું તેમણે જણાવ્યું  અને  અજાણ્યા શહેર હોવાથી પોરબંદરમાં  ભુલી પડી જતા તેને તેના પુત્રની પત્ની ફોન કરતા તેણે ફોન ઉપાડયા ન હતા અને તેનો ફોન સતત બંધ આવતો હોવાથી મધ્યપ્રદેશની ૪૬ વર્ષીય મહિલા નિ:સહાય બની ગઇ હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનના  પી.એસ.ઓ.એ ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર  કોલ કરી એક મહિલાની નિ:સહાય મળી આવેલ હોય તેમની મદદ માટે આવો  ત્યારબાદ પોરબંદર ૧૮૧ ટીમ સ્થળ પર પહોંચી  ૪૬ વર્ષીય મહિલાનું સફળ કાઉન્સેલિંગ કરેલ ,તેમનું કાઉન્સેલિંગ કરતા  જાણવા  મળ્યુ કે, મહિલાને પાંચ પુત્ર અને ત્રણ દીકરીઓ છે.પોરબંદરમાં પુત્રને મળ્યા બાદ મહિલા ભુલી પડી ગઈ હતી અને પુત્રની પત્નીને  ફોન કર્યો બાદ રીસીવ ન કરતા ફોન બંધ  આવતા મહિલાએ ૧૮૧ ફોન કર્યો હોવાનું જણાવ્યુ હતુ. પોરબંદર ૧૮૧ ટીમે સફળ કાઉન્સીલીંગ દરમિયાન મહિલા પાસે જે થેલી હોય તેમાં તપાસ કરતા  તેમના પરિવારના નંબર મળેલ હોય જેમાં તેમની દીકરીનો સંપર્ક કરી  પાસે જે થેલી હોય તેમાં તપાસ કરતા  તેમના પરિવારના નંબર મળ્યા હતા.
જેમાં તેમની દીકરીનો સંપર્ક કરી મહિલાને તેમની દીકરી સાથે વાત કરાવી ૧૮૧ ટીમે મહિલાની દીકરી સાથે તેમના પરિવારના સભ્યો વિશે વાતચીત કરેલ તેમજ મહિલાને લઈ જવા માટે પોરબંદર આવવા જણાવ્યું  અને હાલ મહિલાને આશ્રયમાં મદદની જરૂર હોવાથી હાલ મહિલાને પોરબંદરની સખી વન સ્ટોપમાં આશરો આપવામાં આવ્યો હતો.
૧૮૧ અભયમ અને કમલાબાગ સી-ટીમની સંકલનમાં આ કામગીરી કરવામં આવી હતી.આ કામગીરીમાં કમલાબાગ સી ટીમ ના રમીલાબેન, મહિલા હેલ્પલાઇનના  કાઉન્સેલર નિ‚પાબેન બાબરીયા, કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા આ કામગીરીમાં રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application