કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ પાસે શંકાસ્પદ બેગ મળી આવી, બેગ ખોલતા પોલીસ પણ દંગ

  • September 12, 2024 05:10 PM 

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં વિરોધ કરી રહેલા તબીબોમાં અચાનક હંગામો મચી ગયો હતો. કારણ કે, સ્થળ પરથી એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. આ દરમિયાન બેગમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમને જાણ કરતા સ્થળ પર પહોંચી હતી,  બેગની તપાસ કરી હતી. આ સમયે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.


શું હતું બેગની અંદર

તલાશી બાદ જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાં બોમ્બ ન હતો. પરંતુ બેગમાં કેટલીક ખાદ્ય સામગ્રી અને અન્ય વસ્તુઓ હતી. તપાસ દરમિયાન બેગમાંથી ઠંડા પાણીની બોટલ, ત્રિરંગા મસાલાના બે પેકેટ, કેટલાક કાગળો અને ફળો મળી આવ્યા હતા. આ બેગમાં કેટલાક દસ્તાવેજો પણ હતા. જોકે, બેગમાં કોઈ વિસ્ફોટક પદાર્થ નહોતો.




9મી ઓગસ્ટની રાત્રે ટ્રેઇની તબીબ પર ગુજારવામાં આવ્યો હતો અત્યાચાર

9 ઓગસ્ટના રોજ હોસ્પિટલ પરિસરમાં એક ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર થયો હતો. આ પછી ડોક્ટરનું મોત થયું હતું. આરજી કર મેડિકલ કોલેજમાં મૃતક તાલીમાર્થી ડૉક્ટરને ન્યાય મળે અને ડૉક્ટરોની સુરક્ષા માટે કાયદો બનાવવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News