જામનગરમાં બોર્ડની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીની પરીક્ષા ખંડમાં બેશુદ્ધ બની

  • March 14, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦૮ ની ટુકડી વહાર આવી: પ્રાથમિક સારવાર જી.જી. હોસ્પિટલમાં અપાઇ

જામનગરમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ચાલુ પરીક્ષા ખંડમાં એકાએક બેશુદ્ધ બની હતી, જેથી ૧૦૮ ની ટુકડી વહારે આવી હતી, અને વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગર ની મહિલા કોલેજમાં ચાલી રહેલી ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા દરમિયાન ગઈકાલે સવારે ૧૧ વાગ્યા ને ૪૦ મિનિટે ૧૦૮ ની ટુકડીને કોલ આવ્યો હતો, કે અંજનાબેન હિંસુભાઈ આંબલીયા નામની એક વિદ્યાર્થીની, કે જેને શ્વાસની તકલીફ થતાં બેશુદ્ધ બની છે.
જેથી રણજીત સાગરના લોકેશન પર રહેલા ૧૦૮ ના ઇએમટી વિજય મહેતા, અને પાયલોટ અનિરુદ્ધસિંહ કે જેઓ તાત્કાલિક અસરથી મહિલા કોલેજ પર પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીને તાત્કાલિક સ્થળ પર સારવાર આપી હતી, ત્યારબાદ વિદ્યાર્થીને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી. જે હાલ આજે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
જામનગરમાં બોર્ડની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન પણ ૧૦૮ ની ટીમ સતર્ક બનેલી રહે છે. કોઈપણ ઈમરજન્સી કોલ આવે, તો તેના માટે તેઓ સક્ષમતાથી વિદ્યાર્થીઓને જ‚રી સારવાર સહિતની સુવિધા પૂરી પાડી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application