કેબીનેટ મંત્રી હસ્તે વિવિધ સેવાયજ્ઞનો કરાયો પ્રારંભ
લેઉવા પટેલ સમાજ-જામનગર દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સાથે વિવિધ સેવાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રી લેઉવા પટેલ સમાજ, રણજીતનગર ખાતે જામનગર શહેર જીલ્લામાં વસતા જ્ઞાતિજનો માટે મેડીકલ સાધનો, નિરાધાર પરિવારો માટે અનાજ કીટ તથા બુક બેંક સેવાયજ્ઞનો શુભારંભ રાજયના કેબિનેટમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ સાથે યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્ચક્રમમાં કેબિનેટમંત્રી રાઘવજીભાઇ પટેલે વિદ્યાર્થીઓને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી સમાજ દ્વારા શ કરવામાં આવેલ સેવા પ્રકલ્પોમાં પોતાનું એક મહિનાનું માનદ વેતન આપી જ્ઞાતિજનોને પણ આ સેવાકાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી દિવ્યેશભાઇ અકબરીએ વાલીઓને પોતાના બાળકો સાથે દરરોજ અડધી કલાકનો સમય ફાળવી મિત્રતાના સંબંધો કેળવી ઉછેર કરવા અપીલ કરી હતી. સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ દરેક વિદ્યાર્થીઓને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી આદર્શ નાગરિક બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ કથીરીયા, માકેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઇ સભાયા, જીલ્લા સરકારી વકિલ જમનભાઇ ભંડેરી, ડો. પી.બી. વસોયા, વીરજીભાઇ હીરપરા, ડો. વિનુભાઇ ભંડેરી, કરશનભાઇ ટીંબડીયા, વસરામભાઇ ચોવટીયા, જે.સી. વિરાણી, લવજીભાઇ વાદી, કેલાશભાઇ રામોલીયા, કીશોરભાઇ સંઘાણી, રમેશભાઇ વેકરીયા, જીતુભાઇ કમાણી, આશાબેન કાછડીયા ઉપરાંત કોર્પોરેટરો અને જ્ઞાતિના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કયર્િ હતા, ધોરણ 1 થી 1ર ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ કાર્યક્રમમાં 138ર જેટલા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેરાવળમાં મહિલાના દાગીના તફડાવી લેનાર આંતર જિલ્લા ગેંગ ૪.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ
November 23, 2024 09:25 AMમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech