પોરબંદરની ગોઢાણીયા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના સાતમા ધોરણના વિદ્યાર્થી એ અનાજ અને ફ્રૂટ ઉગાડવા માટે વિશિષ્ટ એપ્લીકેશન તૈયાર કરી છે.
પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત અને સમગ્ર પોરબંદર જિલ્લામાં સોથી વધુ ૨૫૦૦ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ઇંગ્લીસ મીડિયમ સ્કૂલના ધોરણ -૭ના વિદ્યાર્થી વિજય બાપોદરાએ ટ્રસ્ટની ઓફિસ ખાતે સ્કૂલના આચાર્ય ભાવનાબેન અટારાના સબળ નેતૃત્વમાં અને રીકોટિકસ લેબના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી વિજય બાપોદરાએ વિવિધ ઋતુમાં અનાજ-ફ્રૂટ ઉગાડવા મોબાઇલ એપ બનાવી તેનું નિદર્શન કર્યુ હતું.
પ્રારંભમાં ગોઢાણીયા ઇંગ્લીસ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવનાબેન અટારાએ સૌને મીઠો આવકાર આપી જણાવ્યું હતું કે, બાળકોને હવે માત્ર પાઠય પુસ્તકિયુ અને ગોખણીયુ શિક્ષણનો યુગ પુરો થયો, આજના યુગમાં માત્ર પાઠયપુસ્તકો જ પર્યાપ્ત નથી અને પ્રેકટીકલ જ્ઞાન જરી છે અને વિનામૂલ્યે ટ્રસ્ટ દ્વારા ગોઢાણીયા સ્કૂલની કમ્પ્યુટર કોડિંગ લેબમાં કોડિંગ શિક્ષણ આપવામાં આવે છે.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ બાળકની પ્રતિભાને બિરદાવતા જણાવ્યું હતું કે છાત્રો આગળ વધી પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે તે માટે આધુનિક ટેકનોલોજીની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે. કોડિંગ લેબ દ્વારા નાના બાળકો વિશ્ર્વના બાળકો સાથે સ્પર્ધા કરી શકે તેવા ઉદ્ેશ્ય સાથે ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરી રહ્યા છે. આ સુવિધા થકી શિક્ષણ ક્ષેત્રે સર્વાંગી આમુલ પરિવર્તન આવશે.
ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ક્રિએટીવીટી-સર્જનશીલતા ને પ્રાધાન્ય આપવુ જરી છે તેમણે બાળકોની સિધ્ધિને બિરાદવી રોબોટીક લેબને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ જણાવ્યુ હતુ કે પ્રિન્સીપાલ ભાવનાબેન અટારા ઇનોવેશન, રિસર્ચ અને ક્રિએટીવીટી પર બાળકો પર વિશેષ ધ્યાન આપે છે. તે સરાહનીય છે ૨૧મી સદી જ્ઞાનની છે. હવે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના યુગમાં કોડિંગનું શિક્ષણ આપવાથી બાળકોનું ભાવિ ઉજ્જવળ બનશે.
આ પ્રસંગે છેલ્લા આઠ વર્ષથી પોરબંદરના કુબેર એપાર્ટમેન્ટ ખાતે સ્ટેમ, રોબોટીકસ અને કોડિંગનું પ્રેકટિકલ પ્રશિક્ષણ આપતી જિલ્લામાં એકમાત્ર સંસ્થા છે. જેના સંચાલક સમીરભાઇ પુરોહિતે જણાવ્યુ હતુ કે આજના યુગમાં બાળકો વિશ્ર્વના બાળકો સાથે કદમ મિલાવે તે માટે આ કોડીંગ લેબનું ડો. વિરમભાઇ ગોઢાણીયા ટ્રસ્ટ દ્વારા આ સ્કૂલમાં વીસ લાખના ખર્ચે આ લેબનું નિર્માણ કરી બાળકોની મોટી સેવા કરી રહ્યા છે. અમારી રોબોટીકસ લેબ દ્વારા આ સ્કૂલમાં ધોરણ ૩ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને કોડિંગનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. જેનો ખર્ચ ટ્રસ્ટ દ્વારા રોબોટીક લેબને ચુકવવામાં આવે છે. પણ બાળકો માટે નિ:શુલ્ક રાખેલ છે તે સરાહનીય છે.
વિજયભાઇ બાપોદરાને રોબોટિકસ લેબના નિષ્ણાંત ઇન્સ્ટ્રકટર જિજ્ઞાસાબેન નાંઢા, ધ્રુવ મોનાણી, સિમરન મોઢા, પ્રિયા સોલંકી ટીમ દ્વારા કોડિંગનું પ્રેકટીકલ શિક્ષણનું માર્ગદર્શન આપેલ હતું.
ઉલ્લેખનીય છે કે પોરબંદરની ગોઢાણીયા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં સને ૨૦૨૩માં અત્યાધુનિક કમ્પ્યુટર સાથેની કોડીંગ લેબનું નિર્માણ કરેલ છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગ પે છેલ્લા બે વર્ષ પહેલાટ્રસ્ટ દ્વારા ૨૦ લાખના ખર્ચે કોડિંગ લેબ તૈયાર કરવામાં આવી હતી. આજે વિશ્ર્વના દેશો ફિનલેન્ડ, જર્મની અને જાપાન જેવા દેશોમાં પ્રાયમરી સ્કૂલ સ્તરે કમ્પ્યુટરમાં કોડીંગ ટેકનોલોજી નું શિક્ષણ લે છે ત્યારે રોબોટીક લેબના નિષ્ણાંત શિક્ષકોને ટ્રસ્ટ પોતે પિયા ખર્ચીને તે નિષ્ણાંત દ્વારા આ સ્કૂૂલના બાળકોને ફી લીધા વગર વિનામૂલ્યે આ કોડીંગ શિક્ષણ આપવામાં આવે છે, આ કોડીંગ શિક્ષણ મેળવેલ બાળકો રાષ્ટ્રસ્તરે પોતાની કુશળતાનો પરિચય કરાવીને ગોઢાણીયા સંકુલનું ગૌરવ વધારી રહ્યા છે. ત્યારે ધોરણ -૭નો વિદ્યાર્થીએ કમ્પ્યુટરની મદદથી અનાજ-ફૂ્રટ મોબાઇલ એપ બનાવી ભવિષ્યમાં હવે સ્કિલએજ્યુકેશન વિના ચાલે તેમ નથી એ સિધ્ધ કરી બતાવ્યુ છે. ટ્રસ્ટની ઓફિસ ખાતે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ અભિભૂત બની આ પ્રતિભાવંત બાળકની ક્રિએટીવીટી -સર્જનશીલતાને બિરદાવી હતી અને આ પ્રતિભાવંત બાળકને મોમેન્ટો ભેટ આપી સન્માનિત કરવામાં આવેલા હતા. ટ્રસ્ટની ઓફિસ ખાતે ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતનભાઇ શાહ, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઇ થાનકી, બી.એસ.ડબલ્યુ કોલેજના ડાયરેકટર રણમલભાઇ કારાવદરા, રોબોટીકસ લેબના સંચાલક સમીરભાઇ પુરોહિત, પરાગભાઇ બામણીયા સહિત ગોઢાણીયા પરિવાર હાજર રહીને આ નાના બાળકને અભિનંદન આપ્યા હતા.
આ તકે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, શાંતાબહેન ઓડેદરા, જયશ્રીબહેન ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા સહિતના ટ્રસ્ટીગણે નાના બાળકની સિધ્ધિને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech