રેસકોર્સ પાસે આરકેસીના વિધાર્થીને માથામાં બોટલ, ઢીકાપાટુનો માર માર્યો

  • January 12, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસકોર્સ પાસે મેદાનમાં રાત્રિના શહેરની રાજકુમાર કોલેજમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરનાર છાત્ર પર ચાર શખસોએ હત્પમલો કરી તેને માથામાં કાચની બોટલ મારી દીધી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી ફ્રેકચર સહિતની ઇજા કરી હતી. યુવાનના મિત્રને આરોપી સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો. જે અંગે ચાર શખસો સામે પ્રધુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના કિસાનપરા સોસાયટી શેરી નંબર ૪ માં રહેતા અને રાજકુમાર કોલેજમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરનાર પરીક્ષિત રાજુભાઈ ધોળકિયા(ઉ.વ ૧૯) નામના યુવાને પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યસ ડાવેરા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ તે રેસકોર્સ સુલભ શૌચાલય પાછળના મેદાનમાં નાસ્તો કરવા માટે તેના મિત્ર સાથે ગયો હતો. દરમિયાન અહીં એક અજાણ્યો શખસ બાઈક લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે, આ રહ્યો અહીંયા હાજર છે તેમ કહી તેણે કાચની બોટલ કાઢી યુવાનના માથાનાભાગે મારી દીધી હતી બાદમાં ચારેક શખસોએ યુવાન પર હત્પમલો કરી તેને ઢીકાપાટુનો માર માર્યેા હતો. જેથી યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યાં તેને માથામાં ઇજા પહોંચી હોવાનું તેમજ ફ્રેકચર થયું હોવાનું માલુમ પડું હતું.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેના મિત્ર હર્ષલ જયેશભાઈ સિંધવને યસ ડાવેરા સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હોય દરમિયાન યુવાન અહીં જતા આ શખસોએ તેને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તે બાબતનો ખાર રાખી તેના પર આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application