ગોંડલમાં રહેતા અને રાજકોટમાં આર.કે.યુનિવર્સિટીમાં બીએસસીનો અભ્યાસ કરનાર ૧૯ વર્ષીય કોલેજીયન યુવાનનું બે સ્કોર્પિયો અને સ્વીફટ કારમાં ધસી આવેલા શખસોએ બપોરના સમયે કોલેજ પાસેથી જ અપહરણ કયુ હતું. બાદમાં રસ્તામાં તેની સાથે મારકૂટ કરી તેની પાસેથી પિયા દોઢ લાખની ખંડણી માંગી હતી.એટલું જ નહીં યુવાન સેલ્ફ ડ્રાઇવ પર લાવેલ કારમાં તોડફોડ કરી હતી. બાદમાં આ શખસો જ તેને કારમાં છોડી નાસી ગયા હતા. યુવાનને અગાઉ સાતમ આઠમ વખતે સામાન્ય અકસ્માત બાબતે માથાકૂટ થઈ હોય તે બાબતે સમાધાન કરવાનું કહી તેની પાસેથી દોઢ લાખની માંગણી કરવામાં આવી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે પાંચ શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આરોપી મુશ્તાક કુખ્યાત જુસબ ધારાગઢીનો પુત્ર હોવાનું માલુમ પડયું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં રામકૃષ્ણનગર શેરી નંબર–૩ ગુંદાળા રોડ પર રહેતા કૃણાલ માનસિંગભાઈ વાઢેર (ઉ.વ ૧૯) નામના કોલેજીયન યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુસ્તાક તેની સાથેનો અજાણ્યો શખસ, વત્સલ, જીતુભાઈ વેકરીયા, ગૌતમ તથા મંગલ પરમારના નામ આપ્યા છે.
કૃણાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટના ભાવનગર રોડ પર આવેલી આર.કે યુનિવર્સિટીમાં બીએસસીમાં લાસ્ટ યરમાં અભ્યાસ કરે છે. ગઈકાલે તે તથા તેનો મિત્ર ગોંડલથી સેલ્ફ ડ્રાઇવ ઉપર અટગા કાર લઇ કોલેજે આવ્યા હતા બપોરના એકાદ વાગ્યા આસપાસ તે તે અહીં આર.કે. યુનિવર્સિટી પાસે હતો ત્યારે પ્રિયાંશુ રાઠોડે તેને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે, આપણે સિબ્તન હેરજાં સાથે સમાધાન કરવું છે તે કાર પણ લઇ ગયો છે. જેથી યુવાન કહી અને કોલેજથી થોડે દૂર લઈ ગયો હતો દરમિયાન અહીં બે સ્કોર્પિયો અને સ્વીફટ કારમાં આરોપી મુસ્તાક તેની સાથેનો અજાણ્યો શખસ વત્સલ અને ગૌતમ કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં આવી મુસ્તાક યુવાનને ધરાર કારમાં બેસાડી તેનું અપહરણ કરી લીધું હતું. આ સમયે યુવાનની અટગા કાર પણ આરોપીએ સાથે લઈ લીધી હતી.
બાદમાં યુવાનને ગઢકા રોડ તરફ લઈ ગયા હતા અને રસ્તામાં તેની સાથે મારકૂટ કરી હતી તેને ગાળો આપી સાતથી આઠ ફડાકા મારી દીધા હતા તેમજ આરોપી મંગલ પરમાર યુવાનના મોબાઈલ ફોન પરથી પૈસા ટ્રાન્સફર કરવા માટે કોશિશ કરી હતી પરંતુ તેમાં ૨૦૦ પિયા હોય ગુગલ પે પરથી ૨૦૦ પિયા ટ્રાન્સફર કરી લીધા હતા તેમજ ફરિયાદી સેલ્ફ ડ્રાઇવ પર જે કાર લાવ્યો હતો તે કારમાં પણ તોડફોડ કરી પિયા ૨૫,૦૦૦ નું નુકસાન કયુ હતું.
આરોપીઓ યુવાને કહ્યું હતું કે, સમાધાન કરવા માટે દોઢ લાખ આપવા પડશે તેમ કહી તેને કોલેજે તેના મામાના પુત્ર પાસે પૈસાની વ્યવસ્થા કરવા માટે લાવ્યા હતા પરંતુ વ્યવસ્થા ન થતા ફરી તેને જંગલેશ્વર તરફ લઈ ગયા હતા અને યુવાનને માર માર્યેા હતો બાદમાં તેને કારમાં રેઢો મૂકી આ શખ્સો અહીંથી માસી ગયા હતા ત્યારબાદ યુવાન કાર ચલાવી ઘરે પરત ફર્યેા હતો.
બનાવ અંગે યુવાનના પિતા માનસિંગભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, તેમણે આ સમગ્ર ઘટના અંગે પુત્રને પૂછતા જાણવા મળ્યું હતું કે તેમના પુત્ર કૃણાલ ને સાતમ આઠમ સમયે સિબ્તન હેરજાં સાથે વાહન અથડાવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી દરમિયાન આ બાબતને લઈ ગઈકાલ આ શખસો તેનું અપહરણ કરી ગયા હતા. બાદમાં તેની પાસેથી દોઢ લાખ માંગતા તેમનો ભાણેજ જે આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોય કૃણાલે તેનો સંપર્ક કર્યેા હતો પરંતુ પૈસાની વ્યવસ્થા ન થતા તેઓ તેને કોલેજેથી ઉઠાવી ગયા હતા અને રસ્તામાં મારકૂટ કરી હતી આ દરમિયાન ભાણેજે ફોન કરી માનસિંગભાઈને જાણ કરતા તેઓ તુરતં પુત્રની શોધ ખોળ કરવા માટે જતા હતા.દરમિયાન પુત્ર પરત ફર્યેા હતો.
ત્યારબાદ આ મામલે કૃણાલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અપરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શ કરી છે બનાવો કે વધુ તપાસ પીએસઆઈ જે.આઈ.પરમાર ચલાવી રહ્યા છે
પૈસા ઉછીના લીધાનો યુવાન પાસે વીડિયો બનાવડાવ્યો
આરોપીઓએ યુવાનને જંગલેશ્ર્વર તરફ લઇ ગયા બાદ અહીં ગાડી ઉભી રાખી યુવાનને ગોગલ્સ પહેરાવી તેની પાસે એવો વીડિયો બનાવડાવ્યો હતો કે મેં દોઢ લાખ પીયા ઉછીના લીધા છે. જે હત્પં બે દિવસમાં પરત કરી આપીશ. આ વીડિયો ઉતર્યા બાદ મુસ્તાક બપોરના બે વાગ્યા આસપાસ યુવાનને અમુલ સર્કલ પાસે ઉતારી દીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech