ગોઢાણીયા કોલેજની વિદ્યાર્થીની ઓલ ઇન્ડિયા નેવી સેનીક કેમ્પમાં થઇ પસંદગી

  • August 31, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીની શીંગરખિયા શ્રીયા ઓલ ઇન્ડિયા નેવી સેનીક કેમ્પમાં પસંદગી થઇ છે. પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની એસ.વાય.બી.એ. માં અભ્યાસ કરતી અને એન.સી.સી.ની બેસ્ટ કેડેટ તેમજ નેશનલ જુડો પ્લેયર શીંગરખિયા શ્રીયા કે જેઓ ઓલ ઇન્ડિયા નેવી સેનીક કેમ્પમાં સિલેક્ટ થઈ અને અત્યારે આઈ.એન.એસ. શિવાજી મુંબઈ ખાતે એન.સી.સી. તાલીમ મેળવી રહી છે જે બદલ કોલેજના એ.એન.ઓ.ઓફિસર શાંતિ ભુતિયા,પ્રિન્સીપાલ કેતનભાઈ શાહ, કોલેજના ટ્રસ્ટી વિરમભાઇ ગોઢાણીયા મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application