રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ કરેલી વિવાદીત ટિપ્પણીનો ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને બહેનોમાં રોષ મતદાન કેન્દ્રો પર દેખાયો હતો. રાજકોટ સહિત રાયભરમાં આજે સવારથી જ ક્ષત્રિય મહિલા–પુરુષો મતદાન કરવા ઉમટી પડયા હતા. ઘણી જગ્યાએ સામૂહિક રીતે પરંપરાગત પહેરવેશનમાં ક્ષત્રિય મતદાર મહિલાઓ–પુરુષો દેખાયા હતા.
રૂપાલાના વિવાદીત શબ્દોચ્ચારને લઈને તેની ટિકિટ પાછી ન ખેંચાતા છેલ્લા ૪૦ દિવસથી વધુ સમયથી ચાલતા ક્ષત્રિય સમાજનો વિરોધ, આંદોલનનો રોષ આજે મતપેટીઓમાં દેખાયો હતો. સામાન્ય રીતે ઘર બહાર નીકળવાનું ટાળતી કે કામ સબબ બહાર નીકળતી ક્ષત્રિય મહિલાઓ નારી અસ્મિતા આંદોલન સમયથી જ લડાયક મિજાજમાં કયાંક કયાંક તો રોડ પર આવીને કે લેડી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીને પણ રૂપાલા સામે વિરોધ વ્યકત કર્યેા હતો. શહેરોમાં સભાઓ બધં કરાવી હતી. શહેરથી લઈ ગામડાઓમાં રૂપાલા બાદમાં ભાજપ પ્રવેશબંધીના બેનર પણ લાગી ગયા હતા. ઘણી જગ્યાએ તો ભાજપના આગેવાનોને પ્રચાર માટે પગ પણ મુકવા દીધો નહોતો.
સંકલન સમિતિ દ્રારા મહાસંમેલનથી લઈ નાનામોટા સંમેલનો, સભાઓમાં લોકશાહીમાં મત એ શ માફક ક્ષત્રિય સમાજે બહોળી સંખ્યામાં મતદાન કરી વિરોધ પ્રદર્શિત કરવા અપીલ કરાતી હતી. જે અનુસાર આજે એ અસર મતદાન મથકોમાં દેખાઈ હતી. સવારથી જ મહિલાઓ પરંપરાગત પોશાકમાં મતદાન મથકો પર હરોળબધ્ધ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. સાથે પુરુષો, યુવાનોથી લઈ વયોવૃધ્ધો પણ મતદાન કરવા માટે લાઈનો લગાવી હતી.
ક્ષત્રિય સમાજના વસવાટ વિસ્તારો અને ક્ષત્રિય સમાજના રહેણાંકવાળા ગામડાઓમાં ધીંગુ મતદાન થયુંહ તું. સંકલન સમિતિ દ્રારા ૯૦ ટકાથી વધુ મતદાન કરવા હાંકલ કરાઈ હતી. જે આધારે સંભવત પણે સાંજ સુધીમાં ક્ષત્રિય સમાજનું ૭૦ ટકાથી વધુ મતદાન થઈ જાય તેવો આજ સવારથી જ ક્ષત્રિય મહિલા, પુરુષરોની, પરિવારોની મતદાન કેન્દ્રો પર લાગત કતારો પરથી ધીંગુ મતદાન થયું હોવાનો ચિતાર દેખાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech