બંગાળની ખાડીમાં સાઉથ વેસ્ટ દિશામાં આવતીકાલે લો પ્રેશર સર્જાવાનું છે. લો પ્રેશરની આ સિસ્ટમ બે દિવસ સુધી બંગાળની ખાડીમાં જ રહ્યા પછી તે નોર્થ ઈસ્ટ દિશામાં વાવાઝોડું બનીને આગળ વધશે અને બંગાળની ખાડીના મધ્ય ભાગમાં ડિપ્રેશનની નવી સિસ્ટમ ઊભી થશે. તારીખ ૨૪ ના રોજ સિસ્ટમ નોર્થ ઈસ્ટ દિશામાં ગતિ કરશે અને તેના કારણે ઓડિશા મહારાષ્ટ્ર્ર ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં અસર થવાની સંભાવના વ્યકત કરવામાં આવે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એક ખાસ બુલેટિન બહાર પાડીને માછીમારોને આગામી તારીખ ૨૪ સુધી બંગાળની ખાડી અને કોકણ ગોવા કર્ણાટક તામિલનાડુ પુડીચેરી લક્ષદીપ કેરાળા અંદામાન નિકોબાર ટાપુ સહિતના વિસ્તારોમાં માછીમારી માટે ન જવા ચેતવણી આપી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે જે માછીમારો દરિયામાં ગયા છે તેમને પણ પરત લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
ચોમાસાની સિઝનમાં માછીમારી બધં રહેતી હોય છે અને તારીખ ૧ જૂનથી ૬૦ દિવસ માટે માછીમારી બધં રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ બંગાળની ખાડીમાં આવતી કાલથી સર્જાઇ રહેલી સિસ્ટમ અને તેના કારણે અરબી સમુદ્રમાં પણ થનારી અસર ધ્યાનમાં રાખી માછીમારી એક સાહ વહેલી એટલે કે આજથી બધં કરી દેવાની રહેશે.
આંદામાન નિકોબાર ટાપુ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિમાં પવનની ગતિ અનેક ગણી વધી જનાર હોવાથી તત્રં અત્યારથી જ સાબદૂ થઈ ગયું છે.
દ્રારકામાં ભેજવાળા વાદળોના ગજં ખડકાયા
દ્રારકામાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦% થઈ ગયું હતું અને તેના કારણે આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળોના ગજં ખડકાયા છે. અસહ્ય બફારો, ઉકળાટ અને ગરમીના કારણે દ્રારકામાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. દરિયાકાંઠાના અન્ય શહેરોના ભેજના પ્રમાણની વાત કરીએ તો કંડલામાં ૭૧ નલિયામાં ૬૨ ઓખામાં ૮૧ પોરબંદર ૭૬ સુરત ૭૭ અને વેરાવળમાં ૮૫% ભેજ નોંધાયો છે
અમુક રાજયોમાં તાપમાન ૪૭ને પાર જઈ શકે
દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ઉત્તર પશ્ચિમ મેદાનોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી અતિ ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કયુ છે. આ પાંચ રાયોમાં સોમવારે સરેરાશ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીને પાર કરી ગયું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીના કારણે સવારથી જ આકરી ગરમી અને લૂનો અનુભવ થશે, જેના લીધે જનજીવન પ્રભાવિત થશે. મધ્યપ્રદેશ, ઓડિશા અને ગુજરાતમાં પણ પાંચ દિવસ સુધી હીટ વેવની શકયતા છે. તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધશે. મહત્તમ તાપમાન ૪૭ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. જોકે સોમવારે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ પડો હતો, પરંતુ હીટ વેવ એલર્ટને ધ્યાનમાં રાખીને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં સતત બીજા દિવસે તાપમાન ૪૭ ડિગ્રીને પાર કરી ગયું છે. સોમવારે દિલ્હીના નજફગઢમાં મહત્તમ તાપમાન ૪૭.૪ ડિગ્રી નોંધાયું હતું. યારે મુંગેશપુરમાં મહત્તમ તાપમાન ૪૭.૧ ડિગ્રી નોંધાયું હતું. પીતમપુરામાં ૪૬.૬ ડિગ્રી, પુસામાં ૪૬.૧ ડિગ્રી, આયા નગરમાં ૪૫.૭ ડિગ્રી અને પાલમમાં ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હી સરકારે જે શાળાઓમાં ઉનાળુ વેકેશન નથી તેમને તાત્કાલિક અસરથી આવું કરવાનો નિર્દેશ આપ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech