ગોંડલમાં હડકાયા શ્વાનનો આતકં દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે હડકાયા કૂતરાએ ૧૦ લોકોને બચકા ભર્યા હતા. લોકોના ઘરમાં ઘૂસીને હડકાયા શ્વાને નાના બાળકો, મહિલા, વૃધ્ધોને બચકા ભર્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ગોંડલ માં છેલ્લ ા બે મહીનાથી હડકાયા શ્વાન આંતક મચાવી રહ્યા છે.
કાશી વિશ્વનાથ રોડ પર ખાનગી હોસ્પિટલ પાસે ૧૦થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા ઉપરાંત વિવિધ વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા, વૃધ્ધો સહિતના લોકોને હડકાયા શ્વાને બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. નિવૃત નાયબ મામલતદાર હાનભાઇ ઈસ્માઈલભાઈ ચાવડા ઉં ૬૫, ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ ઉ ૫૯, તકદીર યુનુશભાઇ ઉ ૧૨, તીર્થા રાહત્પલભાઈ શાહ ઉ ૯, યોતિબેન મુકેશભાઈ ઉ ૫૧, નેહાબેન ફાલ્ગુનભાઈ ગોંડલીયા ઉ ૩૫ તેમજ વિનાભાઈ બંધિયા ભાઈ કટારા ઉ ૩૧ સહીત હડકાયા શ્ર્વાનનો ભોગ બન્યા છે. લોકોના ઘરમાં ઘૂસીને બચકા ભરી આંતક મચાવ્યો હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા હતા,
શ્વાનના હત્પમલાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં દિવસેને દિવસે વધતા જતા હડકાયા શ્વાન કરડવાના બનાવોને લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે છતા તંત્રના આખં આડે કાન હોય તેમ મુકપ્રેક્ષક થઇને જોઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. હડકાયા શ્વાનને લઇ સ્થાનિકોમાં ફફડાટ છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, અમે હડકાયા શ્વાનને લઇ અનેકવાર તંત્રને રજૂઆત કરી પણ તત્રં આળસ મરડીને કાર્ય કરતુ નથી.વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
સરકારી દવાખાના માં હડકાયા શ્ર્વાનની રસી ખલાસ હોય લોકો પરેશાન બન્યા હતા. ત્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની ટીમ દ્રારા શ્વાનની રસીને લઈ અનેકો રજૂઆત કરવામાં આવી હતી જેના પરિણામે રસી સરકારી દવાખાને ઉપલબ્ધ થઈ હોય લોકોને સારવારમાં સુવિધા પ્રા થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech