એશિયાટિક સિંહોના અપમૃત્યુના મામલે હાઇકોર્ટ દ્રારા કરવામાં આવેલા સુઓમોટો રિટ પિટિશનની સુનાવણી ગઈકાલે હાથ ધરવામાં આવી હતી જેમાં ડ્રાઇવરોને સિહોની મુવમેન્ટ ની જાણ થાય તેવી ડિવાઇસ રેલવે ટ્રેક પર લગાવાશે રિટમાં રેલવે વિભાગ દ્રારા સિંહોના રક્ષણ અને સંરક્ષણ માટેના નવતર પ્રયોગો અંગેની માહિતી આપવામાં આવી હતી.
જેમાં રેલવે તરફથી જણાવાયું હતું કે,રેલવે ટ્રેકની ૫૦ મીટરની આસપાસ સિંહોની અવરજવરનો અંદાજ લગાવવા ઇન્ટ્રશન ડિટેકશન નામની એક ખાસ ડિવાઇસ લગાવાશે. જેમાં જંગલમાંથી પસાર થતી રેલવે લાઈનને સમાંતર ફાઈબર કેબલ નાખવામાં આવશે. જેથી સિંહોની અવર જવર એટલે કે તેમની મુવમેન્ટ અંગે રેલવેના પાયલટ અને વન વિભાગના અધિકારીઓને અગાઉથી જાણ થશે અને અકસ્માતો અટકાવી શકાશે. રેલવે આ માટે ટેન્ડર જાહેર કયુ છે. પહેલા ૫૦ કિ.મી. રેલ લાઈનમાં પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરવામાં આવશે. પછી યોગ્ય પરિણામો મળતા આગળ બીજા ટેન્ડર બહાર પાડવામાં આવશે.
આ કેસની સુનાવણીમાં અગાઉ કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે ૧૨ જુલાઈની છેલ્લ ી સુનાવણી બાદ પણ બે ઘટના બની છે. જેમાં એક ઘટનામાં એક સિંહણ અને બે સિંહબાળના કંકાલ શંકાસ્પદ હાલતમાં મળ્યા છે. તો લીલિયા અને અમરેલી વચ્ચેની રેલ લાઈનમાં ગત ૨૫ જુલાઈએ પેસેન્જર ટ્રેન સાથે એક સિંહ અકસ્માતનો ભોગ બન્યો હતો અને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું છે. મોતનું યોગ્ય કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. વળી, આ રેલવે ટ્રેક પર ફરતા વધુ એક સિંહ સાથે અકસ્માત થયો હતો. આ એ જ ટ્રેક છે જેના અંગે હાઇકોર્ટમાં ચર્ચા થતી હતી અને સિંહોનો હોટસ્પોટ વિસ્તાર છે.
વન વિભાગ તરફથી ફાઇલ થયેલી એફિડેવિટ માં ટ્રેન સાથે થયેલા ૨૫ જુલાઈના અકસ્માત બાબતે માહિતી આપવામાં આવી હતી.યારે સિંહણ અને તેના બચ્ચા વિશેના મૃત્યુની માહિતી નહોતી. જેથી કોર્ટે નારાજગી દર્શાવી હતી. વન વિભાગે જણાવ્યું હતું કે, ૨૫ જુલાઈના અકસ્માતમાં અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોર્ટે પૂછયું હતું કે, એ સો પી બન્યા બાદ કેવી રીતે અકસ્માત બન્યો? કોર્ટે આ અંગે સરકારનો ખુલાસો માગ્યો હતો. જોકે,તે અંગે વધુ ચર્ચા થઈ નથી. હાઇકોર્ટે અગાઉ હત્પકમ કર્યેા હતો કે, રેલવે અને વન વિભાગ ભેગા મળીને એક હાઈ લેવલ કમિટી બનાવે અને એશિયાટિક સિંહોના અપમૃત્યુ અટકાવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech