ખંભાળિયામાં મકરસંક્રાંતિ નિમિતે પતંગનો વિશિષ્ટ શ્રુંગાર

  • January 15, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવા પ્રેસ ફોટોગ્રાફર અને યુ-ટ્યુબર મિલન કોટેચાનો અનોખો ઉપક્રમ


મકર સંક્રાંતિના પાવન તહેવારને નવી ઊંચાઈ આપવા માટે ખંભાળિયાના યુવા પ્રેસ ફોટોગ્રાફર તથા યુ-ટ્યુબર મિલન કોટેચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે. તેમના દ્વારા અહીંના જાણીતા જલારામ મંદિર અને કલ્યાણરાયજી મંદિરમાં પતંગના આકર્ષક શ્રુંગારનું આયોજન કર્યું હતું, જે લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.


આ કાર્યમાં મંદિરના પૂજારીઓ અને તેમના નિકટના સાથીઓ વિશાલ કુંડલીયા, નક્ષ કુંડલીયા અને જય પાઉં દ્વારા નોંધપાત્ર સહયોગ મળ્યો હતો. આ પતંગના શ્રુંગારમાં અનેક શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે હજારો શ્રદ્ધાળુઓએ આ વિશિષ્ટ પતંગ શ્રુંગારના દર્શનનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application