ગુજરાતના સુરતમાં શનિવારે બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. મળતી માહિતી મુજબ ઈમારતના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
માહિતી આપતાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના સુરતના GIDC વિસ્તારમાં બની હતી. માહિતી મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કાટમાળમાંથી એક મહિલાને જીવતી બહાર કઢાઈ
સુરતના ડીએમ સૌરભ પારધીએ જણાવ્યું કે કાટમાળમાંથી એક મહિલાને જીવતી બહાર કાઢવામાં આવી છે અને શોધ અને બચાવ કામગીરી હજુ ચાલુ છે.
કાટમાળ નીચે ચારથી પાંચ લોકો ફસાયા હોવાની આશંકા
તેમણે કહ્યું હતુ કે, "અમને જાણવા મળ્યું છે કે લોકો બિલ્ડિંગના ચારથી પાંચ ફ્લેટમાં રહેતા હતા. એક મહિલાને બચાવી લેવામાં આવી છે. ચારથી પાંચ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. NDRF અને SDRFની મદદથી "શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે ઓપરેશન થોડા કલાકોમાં પૂર્ણ થઈ જશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech