રાજકોટના ટીઆરપી ગેમઝોન અિકાંડમાં સરકારે રચેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્રારા પ્રાથમીક તબકકે ૭૨ કલાક સુધી કરાયેલી તપાસ અને રજુ થયેલા રીપોર્ટમાં બે હજાર સ્કેવર ફીટથી વધુના આ ગેમઝોનમાં મોતના માંચડા જેવું સ્ટ્રકચર હતું. બે માળમાં માત્ર આવા–ગમન માટે એક જ દરવાજો હતો અને ચડ–ઉતરની ચાર ફત્પટ જેવી પહોળાઈની એક જ સીડી હતી. પોલીસ, મહાપાલિકા તથા માર્ગ મકાન વિભાગની ઘોરબેદરકારી સહિતના કારણો દર્શાવાયા છે. હવે વિગતવાર રીપોર્ટ સંપુર્ણ અહેવાલ સાથે ૧૦ દિવસના અંતરાલ બાદ રજુ કરાશે. જેમાં ત્રણેય તંત્રના ઉચ્ચ અધિકારીઓના પણ શું રોલ હતા ? તે બાબતની છણાવટ નીકળશે.
ગત શનિવારે અિકાંડની ઘટનાની સાથે જ અગાઉ પણ અન્ય શહેરોમાં આવી બનેલી દુર્ઘટનાઓમાં સરકાર જે સ્પીડે સીટની રચના કરી દે અને મહત્તમપણે આ સીટના વડા તરીકે આઈપીએસ સિનિયર ઓફિસર સુભાષ ત્રિવેદી હોય છે તેમ આ રાજકોટના અિકાંડમાં એ જ મોડી સાંજે સીટની રચના થઈ અને આમાં પણ વડા તરીકે સુભાષ ત્રિવેદીને જવાબદારી સોંપાઈ હતી. પ્રાથમીક રીપોર્ટ ૭૨ કલાકમાં રજુ કરવા માટે જણાવાયું હતું. સુભાષ ત્રિવેદી ઉપરાંત તેમની સાથેના કમીટીના પાંચ સભ્યો ટેકનીકલ એયુકેશન કમિશનર બંછાનીધી પાની ગાંધીનગર સ્થિત ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના ડાયરેકટર એચ.પી.સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર કે જેઓની સામે પણ આક્ષેપ કે ખાતાકીય તપાસ થઈ હતી તે જે.એન.ખડીયા ઉપરાંત માર્ગ મકાન વિભાગના કવોલીટી કંટ્રોલના સુપ્રિ. ઈજનેર એમ.બી.દેસાઈની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. તેઓએ શનિવારે મોડી રાત્રીના ઉપરાંત બીજા દિવસે રવિવાર અને સોમવાર સુધી સ્થળ પર તપાસ કરી અને ૪૦થી વધુ અધિકારીથી લઈ કર્મચારીઓ સહિતનાના નિવેદનો લીધા હતા. સીટ દ્રારા મંગળવારે ગૃહ સચિવને રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.
આ રીપોર્ટના પ્રાથમીક કારણની માહિતી મુજબ ગેમઝોનમાં પ્રવેશવા અને બહાર નીકળવાનો માત્ર એક જ દરવાજો હતો. કોઈ દુર્ઘટના બને તો ઈમરજન્સી સમયે બહાર નીકળવાની કોઈ વૈકલ્પીક વ્યવસ્થા ન હતી. આ ગેમઝોન લોખંડ, પતરા તેમજ થર્મેાકોલ કે આવી આગમાં જલદી સળગી ઉઠે તેવી સીટ અને મટીરીયલથી ટેમ્પરરીના બદલે કાયમી બે માળનું સ્ટ્રકચર ઉભું કરી દેવાયું હતું. ગ્રાઉન્ડ ફલોરથી ઉપર જવા માટે કે ઉતરવાની એક જ અંદાજે ચાર ફત્પટની આસપાસની પહોળાઈ ધરાવતી સીડી હતી. આગના સ્થળેથી વેલ્ડીંગ મશીન, વેલ્ડીંગ રોડના કટકા પણ મળી આવ્યા હતા. આગના કારણે ઓવર હીટીંગથી ગેમઝોનમાં રહેલા કાચ તુટી ગયા હતા. આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ મળી હતી. ગેમઝોનનું જે રીતે સ્ટ્રકચર હતું તેમાં ટેમ્પરરી સ્ટ્રકચરના નામે કોર્પેારેશનની કોઈ મંજુરી લેવાઈ ન હતી. ત્રણેક વર્ષથી ધમધમતા આ ગેમઝોનમાં પાકુ બાંધકામ હતું. આમ છતાં ટેમ્પરરીના બહાને મહાપાલિકાના તંત્રએ આખં આડા કાન કર્યા હતા. ફાયર બ્રિગેડની કોઈ એનઓસી ન હતી. મહાપાલિકાની બેદરકારી સાથે પોલીસે પણ લાઈસન્સ ઈસ્યુ કરતી વેળાએ જરૂરી સલામતી, સુરક્ષા તેમજ આવા કોઈ સરસંધાનની દરકાર રાખી ન હતી અને પર્ફેામીંગ લાઈસન્સ ઈસ્યુ કરી દેવાયું હતું.
સીટની તપાસમાં પ્રાથમીક તારણમાં માર્ગ અને મકાન વિભાગ પણ ઉપરોકત બન્ને વિભાગની માફક એટલો જ બેજવાબદાર નીકળ્યો હતો. જમીન હેતુના આ પ્લાનના અભ્યાસ કરવા સ્થળ પર જઈને ચકાસણી કરવી સહિતની માર્ગ મકાન વિભાગની અંડરમાં આવતી કામગીરીની પણ જે તે અધિકારી દ્રારા પુર્તતા ચકાસવામાં આવી ન હતી અને રીપોર્ટ આપી દેવાયો હતો. આ બધી ક્ષતિઓ સીટ દ્રારા પ્રાથમીક અહેવાલમાં રજુ કરાતા જેના આધારે હાઈકોર્ટના આક્રમક વલણને લઈને રાય સરકાર દ્રારા અત્યારે કલાસ–૨ લેવલના સાત અધિકારીને સસ્પેન્ડ કરીને ચાર દિવસથી રાજકોટમાં ક્રાઈમ બ્રાંચ કચેરીમાં નજર કેદની જેમ રાખવામાં આવ્યા છે. ગઈકાલથી ઉચ્ચ અધિકારીઓ તરફ તપાસની દિશા આરંભાઈ છે.
ગઈકાલે રાજકોટ મહાપાલિકાના પુર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયા, ફાયર ઓફિસર જે.બી.ઠેબા તેમજ પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર એ.કે.ચૌહાણને ક્રાઈમ બ્રાંચની ટીમે ઉઠાવી લીધા હતા અને રાત સુધી પુછતાછ કરી હતી. આજે અન્ય ઉચ્ચ અધિકારીઓના પણ નિવેદન સાથે પુછતાછ શરૂ થયાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech