પોરબંદરમાં બે ઈસમો પાસેથી ૧૫ બોટલ દારૂ મળતા સપ્લાયર તરીકે એક જ બુટલેગરનું નામ ખુલ્યું

  • September 17, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં બે ઈસમો પાસેથી ૧૫ બોટલ વિદેશીદા‚ મળી આવતા બંનેને એક જ બુટલેગરે  બન્નેને માલ પુરો પાડયાની કબુલાત કરતા તેની સામે બે ગુન્હા નોંધાયા છે.
પોરબંદરના ગાયત્રી મંદિર નજીક રવિ પાર્કના મામાદેવ મંદિરવાળી ગલીમાં રહેતો મિલન ભીમા ભુતીયા દા‚નો ધંધો કરતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા તેની પાસેથી ૩૩૦૦ ની કિંમતની ૧૧ બોટલ વિદેશીદા‚ની મળી આવી હતી.આથી તેની પુછપરછ કરવામાં આવતા આ દા‚ તેણે બાવળવાવ નજીક સિંહઝર નેશમાં રહેતા બાવન કાના રબારી નામના બુટલેગર પાસેથી લીધાની કબુલાત કરતા પોલીસે બાવન સામે ગુન્હો દાખલ કર્યો છે.
તે ઉપરાંત રોકડિયા હનુમાન મંદિર પાછળ શીતલ પાર્ક-૨ માં રહેતા દેવશી માલદે બાપોદરાને પણ તેના મકાનેથી ૧૨૦૦ ‚પિયાની કિંમતની વિદેશીદા‚ની ચાર બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે પણ સિંહઝર નેશના જ બાવન કાના રબારી પાસેથી દા‚ લીધાની કબુલાત કરતા પોલીસે તેની સામે બીજો ગુન્હો દાખલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application