દેશની તિજોરીને છલકાવી દેતા આવકવેરા વિભાગમાં જ હજારો જગ્યા ખાલી પડી છે. ગુજરાત સહિત દેશભર ના ઇન્કમટેકસ વિભાગમાં આશરે ૧૨,૦૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ઘટ હોવાથી કામગીરી પર અસર પડી રહી છે અને એક એક અધિકારીઓ પાસે બમણી કામગીરીનું ભારણ હોવાની કબુલાત ખુદ સીબીડીટીના ચેરમેન દ્રારા કરવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (સીબીડીટી) ના અધ્યક્ષ નીતિન ગુાએ જાહેરાત કરી છે કે આવકવેરા વિભાગમાં ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ કર્મચારીઓની અછત છે, અને આ ખાલી જગ્યાઓ ભરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઇન્સ્પેકટરો થી માંડીને ચીફ કમિશનર સુધીની પોસ્ટ ખાલી છે. ગુજરાતની વાત કરીએ તો આઠમાંથી પાંચ ચીફ કમિશનરની જગ્યા ખાલી છે. કામગીરીના વધુ પડતા બોજથી કંટાળેલા કર્મચારીઓ અને અધિકારીઓ પણ વીઆરએસના માર્ગે જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સીબીડીટી ચેરમેન એ આવકવેરા વિભાગમાં ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ કર્મચારીઓની અછત પર પ્રકાશ પાડો હતો મુખ્યત્વે ગ્રુપ 'સી' શ્રેણીમાં, અને આ ખાલી જગ્યાઓને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આઇ ટીવિભાગમાં હાલમાં અંદાજે ૫૫,૦૦૦ કર્મચારીઓ છે. યારે સમગ્ર દેશમાં ટોચનું સ્થાન ધરાવતું અને ટેકસ વસુલાતમાં પણ અગ્રેસર રહેનાર ગુજરાત આવકવેરા વિભાગના માળખામાં પણ મોટાભાગની જગ્યા ખાલી પડી છે. એક તો કર્મચારીઓની અસર અને બીજી બાજુ ફેસલેસ સિસ્ટમ પલ્લે પડતી ન હોવાથી અકળાયેલા ઇન્સ્પેકટરો, આઈટીઓ, પ્રિન્સિપલ ચીફ કમિશનર, ચીફ કમિશનર નિવૃત્તિના માર્ગ તરફ વળી રહ્યા છે. યારે ઇન્કમટેકસ વિભાગના ઇન્વેસ્ટિગેશન વીંગ ની વાત કરીએ તો તેમાં પણ દરોડા વખતે ઇન્સ્પેકટરની ઘટ જોવા મળતા બહારથી ટીમને બોલાવી પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માત્ર રાજકોટ અને સુરતમાં જ ચીફ કમિશનરની જગ્યા ભરાયેલી છે એ પણ રાજકોટમાં તાજેતરમાં જ પૂર્ણકાલીન ચીફ કમિશનર જયંતકુમાર ને ચાર્જ સોંપવામાં આવ્યો છે અત્યાર સુધી અમદાવાદના અધિકારી એડિશનલ ચાર્જ સંભાળતા હતા.આ મુદ્દા પર ઇન્કમટેકસ એમ્પ્લોઇઝ ફેડરેશન પણ લડત ચલાવી રહ્યું છે. એક અધિકારી પાસે એસેસમેન્ટ દરમિયાન ૧૫૦ થી વધુ કેસ આવે છે. ઓછો સમયગાળો અને સ્ટાફની તીવ્ર અછતને પગલે તદુપરાંત ફેસલેશ સહિતની સિસ્ટમમાં આવેલા બદલાવને કારણે ઇન્કમટેકસ વિભાગની કામગીરી પણ ધીમી પડી ગઈ છે.હવે જોકે આ બાબતે સીબીડીટી ચેરમેને પણ નોંધ લીધી છે અને તાત્કાલિક ધોરણે ૧૨૦૦૦ જેટલી ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવાની કામગીરી હાથ ધરવાની તેમને ખાતરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech