દ્વારકા અને જામનગર જિલ્લામાં કરી હતી ચોરીઓ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી પોલીસે જામનગર તથા ભાવનગર જિલ્લાના ત્રણ શખ્સોને ચોરીના ઈરાદે નીકળતા ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાએ ફરિયાદી બની અને જાહેર કર્યું છે કે ભાણવડ તાલુકાના કબરકા ગામેથી થોડા દિવસ પૂર્વે જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતા ભરત ગંભીરભાઈ કાનાભાઈ પરમાર (ઉ.વ. ૨૧), આ જ વિસ્તારના મૂળ રહીશ અને હાલ ભાવનગર જિલ્લાના શક્તિનગર વિસ્તારમાં રહેતા રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઈ ભવાનભાઈ પરમાર (ઉ.વ. ૨૮) તથા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અર્જુન ભગવાનભાઈ પુનાભાઈ વાઘેલા (ઉ.વ. ૧૯) નામના ત્રણ શખ્સોને આ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવાના ઇરાદે નીકળતા હોવાનું ધ્યાને આવતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આમ, ચોરી કરવાના હેતુસર ત્રણેય શખ્સોએ સમાન ઇરાદો પાર પાડવા ટોળી બનાવી અને ઘરફોડ ચોરી કરવાનું ગુનાહિત કાવતરું રચી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તથા જામનગર જિલ્લામાં ચોરી આચરવામાં આવી હોવાનું ખુલવા પામ્યો છે. આ અંગે પોલીસે આઈપીસી કલમ ૪૦૧, ૩૪ તથા ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરી બજારમાં સિક્યુરિટી ગાર્ડનો મોબાઇલ ફોન ચોરાયો
જામનગરમાં નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં જશવંત સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડનો પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરી બજારમાંથી મોબાઇલ ફોન ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
નવાગામ ઘેડમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અશોકસિંહ હનુભા જાડેજા (ઉંમર ૪૭) કે જે ઓ શુક્રવારે ભરાતી ગુજરી બજારમાં પ્રદર્શન મેદાનમાં ગયા હતા, જ્યાં કોઈ તસ્કરો એ ગિરદીનો લાભ લઈ તેમના ખિસ્સામાંથી રૂપિયા ૯,૯૦૦ ની કિંમત ના મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
***
ભાટીયા નજીક હોટલમાંથી મોબાઇલ તથા રોકડની ઉઠાંતરી
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા કરણ વીરાભાઈ ગઢવી નામના ૨૨ વર્ષના યુવાને તળાવની પાળ પાસે આવેલી માલધારી હોટલના ટેબલ ઉપર રાખવામાં આવેલો રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા ૩,૦૦૦ રોકડા મળી કુલ રૂપિયા ૧૩,૦૦૦ નો મુદ્દામાલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech